- કેએલ રાહુલે નેધરલેન્ડ સામે 102 રન બનાવ્યા
- કેએલ રાહુલે વર્લ્ડકપમાં ભારત તરફથી ફાસ્ટેટ સદી ફટકારી
- રાહુલની આ ઇનિંગને લઈને શોએબ મલિકનું મોટું નિવેદન
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન કેએલ રાહુલને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કેએલ રાહુલને 5માં નંબર પર વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો છે. નેધરલેન્ડ સામેની મેચમાં કેએલ રાહુલની શાનદાર સદી બાદ શોએબ મલિકે આ નિવેદન આપ્યું છે.
કેએલ રાહુલે 102 રનની ઇનિંગ રમી
કેએલ રાહુલે નેધરલેન્ડ સામેની મેચમાં જબરદસ્ત સદી ફટકારી હતી. તેણે માત્ર 64 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 102 રન બનાવ્યા હતા.આ સાથે કેએલ રાહુલ ભારત તરફથી વર્લ્ડકપમાં ફાસ્ટેટ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. પાંચમા નંબર પર રમતા કેએલ રાહુલે સદી ફટકારીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. કેએલ રાહુલની આ ઇનિંગને લઈને શોએબ મલિકે મોટું નિવેદન આપ્યું છે.
વિશ્વ ક્રિકેટનો પાંચમો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન
શોએબ મલિકે કહ્યું કે, કેએલ રાહુલ હાલમાં વિશ્વ ક્રિકેટનો પાંચમો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. હેનરિક ક્લાસેનને તેની વિસ્ફોટક બેટિંગ માટે આધારની જરૂર છે. જો કે, જો તમે સરખામણી કરો તો, ભારત પાસે વિશ્વનો શ્રેષ્ઠ નંબર 5 બેટ્સમેન છે જે કોઈપણ પરિસ્થિતિમાં રમી શકે છે. જો ભારતીય ટીમ બે કે ત્રણ વિકેટ વહેલી ગુમાવે તો પણ તે એક એવો ખેલાડી છે જે પરિસ્થિતિ પ્રમાણે રમી શકે છે. તે મેચ પૂરી કરી શકે છે અને સારી સ્ટ્રાઈક રેટ સાથે રમી શકે છે. તે પેસરો અને સ્પિનરો બંને સામે ખૂબ જ સારું રમે છે.
ભારતનું વર્લ્ડકપમાં પ્રદર્શન
આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. ટીમે અત્યાર સુધી 9 મેચ રમી છે અને તમામ મેચ જીતી છે. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને તેણે તમામ ટીમોને હરાવી છે. ભારતીય ટીમે દરેક મેચમાં સંપૂર્ણ રીતે વર્ચસ્વ જમાવીને જીત મેળવી છે. આ વર્લ્ડકપમાં સૌથી ટોપ સ્કોરર વિરાટ કોહલી છે. જેણે 9 મેચમાં 594 રન બનાવ્યા છે.


