By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: HPCL ની લાઈનમાં પંચર કરી રાજકોટમાં ઓઈલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

HPCL ની લાઈનમાં પંચર કરી રાજકોટમાં ઓઈલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ

Editor
Last updated: 2026/08/12 at 4:44 PM
51 minutes ago
Share
HPCL ની લાઈનમાં પંચર કરી રાજકોટમાં ઓઈલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ
SHARE

HPCL ની લાઈનમાં પંચર કરી રાજકોટમાં ઓઈલ વેચવાના કૌભાંડનો પર્દાફાશ

ગુજરાત ATSની મોટી કાર્યવાહી : કુવાડવા પાસેથી ધોરાજીના શખ્સને ઓઈલના નમૂના સાથે ઝડપી લેતાં સમગ્ર નેટવર્ક બહાર આવ્યું

રાજસ્થાનના બાલોત્રા પંથકમાં જમીનમાં 3થી 4 ફૂટ ઊંડે ખાડો ખોદી પાઈપલાઈનમાં વાલ્વ લગાવી ચોરીનું કારસ્તાન આચરાતું હતું : 8 આરોપીઓ ઝડપાયા

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી રાજસ્થાનમાં એચપીસીએલની ઓઈલ પાઈપલાઈનને ગેરકાયદેસર રીતે પંચર કરી ઓઈલની ચોરી કરી ગુજરાતમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એટીએસની ટીમે અમદાવાદ-રાજકોટ હાઈવે પર કુવાડવા નજીકથી ધોરાજીના એક શખ્સને ઓઈલના નમૂના સાથે ઝડપી પાડ્યા બાદ તેની પૂછપરછમાં રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાં ચાલતા ઓઈલ ચોરીના સમગ્ર નેટવર્કની વિગતો બહાર આવી હતી. ત્યારબાદ રાજસ્થાન પહોંચેલી એટીએસની ટીમે વધુ સાત શખ્સોને ઝડપી લેતાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકી દ્વારા બાલોત્રા જિલ્લાના કાલુડી ગામની સીમમાં ખરાબાની જમીનમાંથી પસાર થતી એચપીસીએલની પાઈપલાઈનને નિશાન બનાવવામાં આવી હતી અને કોઈને શંકા ન જાય તે રીતે જમીનમાં ત્રણથી ચાર ફૂટ ઊંડો ખાડો ખોદી પાઈપલાઈનમાં ગેરકાયદેસર રીતે પંચર કરી વાલ્વ લગાવવામાં આવ્યો હતો. આ વાલ્વ મારફતે પાઈપલાઈનમાં વહેતું ઓઈલ બહાર કાઢી જથ્થો એકત્ર કરી ત્યારબાદ ગુજરાત તરફ મોકલવામાં આવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ગુજરાત એટીએસ દ્વારા દેશભરમાં સક્રિય ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ નેટવર્ક પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન એટીએસના ડીવાયએસપી એસ.એલ. ચૌધરીને બાતમી મળી હતી કે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક શખ્સો ભેગા મળી બાલોત્રા જિલ્લામાંથી પસાર થતી એચપીસીએલની પાઈપલાઈનમાં ગેરકાયદેસર રીતે પંચર કરી ઓઈલની ચોરી કરી રહ્યા છે અને આ ચોરીનું ઓઈલ ગુજરાતમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર વેચવાનું કાવતરું ઘડવામાં આવ્યું છે. બાતમી મળતાં એટીએસના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને એસપી કે. સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એસ.એલ. ચૌધરીની રાહબરીમાં પીઆઈ જે.ડી. બારોટ, પીએસઆઈ બી.બી. પરમાર સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન એટીએસની ટીમે અમદાવાદ-રાજકોટ હાઈવે પર કુવાડવા નજીક સોખડા ગામ તરફ જવાના રસ્તે વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક શખ્સ શંકાસ્પદ રીતે ઓઈલનો જથ્થો લઈને પહોંચતા તેને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. ઓઈલ અંગે પૂછતાં તેણે આ જથ્થો રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના કાલુડી ગામ ખાતેથી લાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ જવાબ મળતાં જ એટીએસની શંકા વધુ મજબૂત બની હતી અને તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. પૂછપરછમાં રાજસ્થાનમાં ઓઈલ ચોરી કરતી ગેંગ અંગેની મહત્વની વિગતો મળતાં એટીએસની ટીમે તાત્કાલિક રાજસ્થાન તરફ તપાસ લંબાવી હતી.
રાજસ્થાનના ટાપરા નજીક આવેલા ઢાબા પરથી આ કાવતરામાં સંડોવાયેલા વધુ સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તમામ આરોપીઓને જાસોલ પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ કરતાં ઓઈલ ચોરીની મોડસ ઓપરેન્ડી બહાર આવી હતી. આરોપીઓએ બાલોત્રા જિલ્લાના પરપાદર તાલુકાના કાલુડી ગામની સીમમાં આવેલી ખરાબાની જમીનમાં પાઈપલાઈન શોધી કાઢી હતી. ત્યારબાદ જમીનમાં ત્રણથી ચાર ફૂટ ઊંડો ખાડો ખોદી પાઈપલાઈન સુધી પહોંચવામાં આવી હતી. પાઈપલાઈનમાં ગેરકાયદેસર રીતે પંચર કરી તેમાં વાલ્વ ફિટ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર વ્યવસ્થા જમીનની અંદર છુપાવી દેવામાં આવી હતી જેથી ઉપરથી જોનાર વ્યક્તિને કોઈ શંકા ન જાય. વાલ્વ મારફતે ઓઈલ બહાર કાઢી તેને એકત્ર કરવામાં આવતું અને ત્યારબાદ ગુજરાતમાં લાવી વેચાણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
એટીએસની ટીમે રાજસ્થાન પોલીસ તથા એચપીસીએલના અધિકારીઓને સાથે રાખીને કાલુડી ગામની સીમમાં સ્થળ તપાસ હાથ ધરતાં જમીનની અંદર ત્રણથી ચાર ફૂટ ઊંડે ખાડામાં પાઈપલાઈન સાથે ચેડાં કરાયેલા મળી આવ્યા હતા. પાઈપલાઈનમાં ગેરકાયદેસર રીતે પંચર કરી વાલ્વ લગાવવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. આ રીતે ઓઈલ ચોરી માટેનું ગુપ્ત કનેક્શન તૈયાર કરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
આ સમગ્ર કૌભાંડમાં ધોરાજીના જયરાજસિંહ ચુડાસમાની ભૂમિકા પણ સામે આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જયરાજસિંહનો ઓઈલ ચોરી કરતી ગેંગ સાથે સંપર્ક થયો હતો અને ગેંગ પાસેથી ઓઈલનો નમૂનો મંગાવવામાં આવ્યો હતો. ગેંગના માણસો ચોરીનું ઓઈલ લઈને નમૂનો આપવા કુવાડવા પહોંચ્યા હતા અને જયરાજસિંહ પણ આ ઓઈલનો નમૂનો લેવા માટે કુવાડવા આવ્યો હતો. જોકે, નમૂનો લે તે પહેલાં જ એટીએસની ટીમે તેને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ બાદ રાજસ્થાનમાં ચાલતા કૌભાંડની કડીઓ એક પછી એક જોડાતી ગઈ હતી.
આ મામલે રાજસ્થાનના જાસોલ પોલીસ મથકે પેટ્રોલિયમ અને મિનરલ પાઈપલાઈન્સ સંબંધિત કાયદા તેમજ પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેસમાં ઘનશ્યામ નવિનચંદ્ર સોની (ઉ.વ.54, નાગલપુર, મહેસાણા), જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમા (ઉ.વ.34, ધોરાજી), મુકેશકુમાર શંકરલાલ મેઘવાલ (ઉ.વ.44, જસવંતપુરા, જાલોર, હાલ બાપુનગર, અમદાવાદ), રણજિત રામધની ચોરસિયા (ઉ.વ.48, કલોલ), રમેશ પ્રહલાદજી ઠાકુર (ઉ.વ.41, ચાલાસણ, મહેસાણા), સુરેજી ભોપાજી ઠાકુર (ઉ.વ.32, જોટાણા, મહેસાણા), મહેશ બાબુજી ઠાકુર (ઉ.વ.32, ચાલાસણ, મહેસાણા) અને દિલિપ ઓમપ્રકાશ યાદવ (ઉ.વ.35, અસપુર, ઇટાવા, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરવામાં આવી છે.
હાલ એટીએસ અને રાજસ્થાન પોલીસ દ્વારા આ કૌભાંડની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચોરીનું ઓઈલ અત્યાર સુધીમાં કેટલા જથ્થામાં કાઢવામાં આવ્યું હતું, ગુજરાતમાં કોને વેચવામાં આવતું હતું, સમગ્ર નેટવર્કમાં કેટલા લોકો સંડોવાયેલા છે અને આ કૌભાંડ પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે તે સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ પણ શરૂ કરી છે.

You Might Also Like

APK ફાઇલ દ્વારા ઓનલાઇન નાણા ખંખેરતી આંતરરાજય ગેંગ ઝડપાઇ, ૧૨૫ કરોડની ઠગાઇ

MCXમાં સોનું-ચાંદી ચમક્યાં, ક્રૂડ ઓઈલમાં તેજી; નબળા રૂપિયાએ શેરબજારને દબાવ્યું

આકૃતિ ગ્રુપ દ્વારા તા.૧૪ થી ૧૬ યોજાશે આર્ટ પ્રદર્શન

વિદ્યાર્થીઓ માટે AI & Machine Learningના  વર્કશોપનો પ્રારંભ

 UGC ના વિવાદિત પરિપત્ર સામે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના લાલઘૂમ: રાજકોટ કલેક્ટરને આવેદન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઉમરાળામાં સગીરાના અપહરણના ગુન્હાના આરોપીઓને પાંચ કલાકમાં દબોચી લેવાયા
ભાવનગર

ઉમરાળામાં સગીરાના અપહરણના ગુન્હાના આરોપીઓને પાંચ કલાકમાં દબોચી લેવાયા

Editor By Editor 4 days ago
રાજકોટમાં ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો શુભારંભ
એકાદ સપ્તાહના વિરામ બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી
બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ
સોનુ-ચાંદીમાં ધમાકેદાર તેજી, ક્રૂડ $82ને પાર : રૂપિયો મજબૂત છતાં શેરબજારમાં દબાણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?