- વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમિફાઇનલ મેચ 15 નવેમ્બરે રમાશે
- આ સેમિફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે
- આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે
વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. તમામની નજર બુધવારે યોજાનારી આ મેચ પર રહેશે. આ વર્લ્ડકપમાં ભારત માટે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. કોહલી અને રોહિતની સાથે ઝડપી બોલર મોહમ્મદ શમીએ પણ બધાને પ્રભાવિત કર્યા છે. આ ત્રણેય ખેલાડીઓ ન્યુઝીલેન્ડ માટે ઘાતક સાબિત થઈ શકે છે.
કોહલી શાનદાર ફોર્મમાં
કોહલી આ વખતે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 9 મેચમાં 594 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે સદી અને 5 ફિફ્ટી ફટકારી છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં 95 રન બનાવ્યા હતા. તે સદી ફટકારવામાં ચૂકી ગયો હતો. પરંતુ તેણે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોહલી આ વખતે પણ ન્યુઝીલેન્ડને મોટી ઇનિંગ રમી શકે છે. તે ફોર્મમાં છે અને તેણે ઘણી વિસ્ફોટક ઇનિંગ્સ રમી છે.
રોહિત ન્યુઝીલેન્ડ માટે ઘાતક સાબિત થશે
ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા 46 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ વખતે ચાહકો તેની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. રોહિતે અત્યાર સુધી 9 મેચમાં 503 રન બનાવ્યા છે. તેણે એક સદી પણ ફટકારી છે.
શમી બોલિંગમાં કરી શકે છે કમાલ
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર શમીએ આ વખતે પાંચ મેચ રમી છે અને 16 વિકેટ લીધી છે. તેના સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. શમી ન્યુઝીલેન્ડની બેટિંને ધ્વસ્ત કરી શકે છે. તેણે લીગ મેચમાં ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટ ઝડપી હતી. શમીએ 10 ઓવરમાં 54 રન આપ્યા હતા.
બીજી સેમિફાઇનલ મેચ આ બંને દેશ વચ્ચે રમાશે
ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ બાદ બીજી સેમીફાઈનલ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ 16 નવેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ પછી ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે.


