- વર્લ્ડકપ 2023ની તમામ લીગ મેચ થઈ પૂર્ણ
- આવતીકાલથી વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ શરૂ થશે
- સેમીફાઈનલ મેચ પહેલાં શુભમન ગિલે કોહલીની કરી મસ્તી
વિરાટ કોહલી અને શુભમન ગિલ વચ્ચે અવાર-નવાર મસ્તીનો અંદાજ જોવા મળે છે. અવાર-નવાર કિંગ કોહલી ભારતીય ઓપનર શુભમન ગિલ સાથે મસ્તી કરતો હોય છે, પરંતુ આ વખતે ઉલટું થયું છે. આ વખતે ગિલે વિરાટ કોહલી સાથે મસ્તી કરી છે. જેથી વિરાટ કોહલી ચોંકી ઉઠે છે. અંતમાં કોહલી ગિલને મારવા માટે બેટ હવામાં ઉઠાવે છે.
કોહલી-ગિલની મસ્તીનો વીડિયો વાયરલ
આ સમગ્ર ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ છે કે, વિરાટ કોહલી બેટ લઈને જઈ રહ્યો છે. આ દરમિયાન શુભમન ગિલ વિરાટની પાછળ જઈને હોર્ન વગાળે છે. જેથી કોહલી ચોંકી જાય છે. જે બાદ કોહલી શુભમનને જોઈને બેટ હવામાં ઉછાળે છે.
કોહલી અને ગિલ શાનદાર ફોર્મમાં
વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટની તમામ 9 લીગ મેચ રમી છે, જ્યારે ડેંગ્યૂના કારણે શુભમન ગિલ શરૂઆતી 2 મેચ રમ્યો નહતો. લીગ સ્ટેજ બાદ કોહલી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન બન્યો છે. તેમણે 9 ઈનિંગમાં 99ની એવરેજથી 594 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 2 સદી અને 5 ફિફ્ટી ફટકારી છે. સાથે શુભમન ગિલે 7 ઈનિંગમાં 279 રન બનાવ્યા છે. જેમાં કોહલીએ 3 ફિફ્ટી પણ ફટકારી છે.
સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટક્કર
ઉલ્લેખનીય છે કે, ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ મેચ આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવશે. ટૂર્નામેન્ટ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રહી હતી. જે અંતર્ગત પ્રથમ સેમીફાઈનલ નંબર 1 અને નંબર 4ની ટીમ વચ્ચે થશે, જ્યારે બીજી સેમીફાઈનલ મેચ નંબર 2 અને 3 વચ્ચે રમવામાં આવશે.


