જૈન સોશ્યલ ગ્રુપ અને સંગીની એલીટ દ્વારા રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ
તમામ રક્તદાતાઓનું અને મોમેન્ટો આપી સન્માન કરાયું આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટ. ફેડરેશન આંતર રાષ્ટ્રીય સંસ્થા છે, જેમા દેશ-વિદેશમાં પોતાના 418 ગ્રુપ્સ અને 90000 થી વધુ સભ્યો ધરાવતી સંસ્થા છે. સૌરાષ્ટ્ર રીજીયન આયોજીત રાજકોટ ઝોન પરિવાર સંકલિત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ અને એલીટ સંગીની પ્રાયોજીત સતત સાતમા વર્ષે પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન તા.16 ઓગષ્ટ 2026નાં રોજ જનકલ્યાણ હોલ, મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક), રાજકોટ ખાતે સવારે 8.00 થી બપોરે 2.00 દરમ્યાન કરવામાં આવેલ છે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મુખ્ય દાતા અદાણી ફુડનાં જીતુભાઈ અદાણી, મહાવીરભાઈ અદાણી અને સિઘ્ધાર્થભાઈ અદાણી તથા અદાણી પરિવાર (અદાણી મસાલા) તેમજ સહયોગી દાતાશ્રી જયેન્દ્રભાઈ મહેતા પરિવાર, ફેડરેલ બેન્ક, હીતેશભાઈ મહેતા પરિવાર, નીતીનભાઈ કામદાર (જુલીયાના), માતા રંજનબેન જયસુખલાલ પટેલ, જીજ્ઞેશભાઈ ખખ્ખર (રેશમ) તેમજ લક્કી ડ્રો દ્વારા 43 ભાગ્યશાળી રકતદાતાને 43” ટીવી, પચાસ લીટર નું ફ્રીજ, એરકુલર, ટ્રોલી બેગ, 21 ચાંદીની ગીની, ઉષા વોટર ડીસ્પેન્સર, ફીલીપ્સ એર ફ્રાયર, પેડસ્ટલ ફેન, સાઈકલ, મહારાજા જયુસર, પ્રેસ્ટીઝ પેન સેટ, પ્રેસ્ટીઝ ઈલેકટ્રીક કેટલ, મીલ્ટન વોટર જગ, પીઝન ઈન્ડકશન, પાંચ એર બડ્સ, પાંચ પાવર બેન્ક, પરફ્યુમ સ્પ્રે આપવામાં આવશે, આ કેમ્પમાં શ્રી વિનયભાઈ જસાણી ઃ શ્રીમદ્ રાજચંદ્ર સેવા ગ્રુપ રાજકોટ નો પણ વિશેષ સેવા સહયોગ મળેલ છે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સિવીલ બ્લડ બેન્ક, રેડક્રોસ બ્લડ બેન્ક, સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક સેવા આપશે. વધુ માહીતી અને પ્રી રજીસ્ટ્રેશન માટે જીજ્ઞેશ બોરડીયા મો.98250 78302 સંપર્ક કરો. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સૌરાષ્ટ્ર રીજીયન ચેરમેન સેજલભાઈ કોઠારી, ફેડરેશનનાં ઉપપ્રમુખ મનીષભાઇ દોશી, ફેડરેશન જોઈન્ટ સેક્રેટરી ડો.ચેતનભાઈ વોરા, આઈ.ડી. નીલેશભાઇ કામદાર અને રાજેશભાઈ શાહ, ફેડરેશન પૂર્વ પ્રમુખ હરેશભાઈ વોરા, પૂર્વઈલેકટ ચેરમેન ભાવિકભાઈ શાહ, વાઇસ ચેરમેન જયેશભાઇ વસા, હીરેનભાઈ મારડીયા અને મુકેશભાઇ પારેખ, સેક્રેટરી મેહુલભાઈ દામાણી તથા જોઈન્ટ સેક્રેટરી રાજેશભાઈ મોદી અને ઉન્મેશભાઈ કુંડલીયા તેમજ ટ્રેઝરર કુણાલભાઈ મહેતા, ઝોન કો-ઓર્ડીનેટર જીજ્ઞેશભાઈ મહેતા, સૌરાષ્ટ્ર રીજીયન સંગીની ક્નવીનર સેજલબેન દોશી, સૌરાષ્ટ્ર રીજીયન પી.આર.ઓ. હીરબેન દામાણી, પી.આર.ઓ. એડમીન મીરાબેન દોશી, ગ્રીટીંગ્સ પી.આર.ઓ. ફાલ્ગુનીબેન શાહ, ઝોન કો. ઓર્ડીનેટર જીજ્ઞેશભાઈ મહેતા, સૌરાષ્ટ્ર રીજીયન વિવિધ કમિટી ચેરમેનો, રાજ્યસભાનાં પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ મહાનગરનાં મેયર ડો.નેહલભાઈ શુકલ, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, સ્ટેન્ડીંગ કમીટી સભ્ય ધૈર્યભાઈ પારેખ, પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જીતુભાઈ કોઠારી, રાજુભાઈ બાટવીયા, હિતેશભાઈ મહેતા, શૈલેષભાઈ માંઉ, અતુલભાઈ ઉદાણી, અનીષભાઈ વાધર, ઉપેનભાઈ મોદી, અમીષભાઈ દેશાઈ – તપસ્વી ઈન્ટરનેશનલ સ્કુલ, પ્રતિકભાઈ સંઘાણી, મિતલભાઇ ખેતાણી, ડો.દિપકભાઈ મહેતા, ડો.કુમુદભાઈ પટેલ, બોલબાલા ટ્રસ્ટ પ્રમુખ જયેશભાઈ ઉપાઘ્યાય ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટનાં પ્રમુખશ્રી અભયભાઈ દોશી, સેક્રેટરી જીજ્ઞેશભાઈ બોરડીયા, જોઈન્ટ સેક્રેટરી વિમલભાઈ બાટવીયા તથા બ્લડ ડોનેશન કમિટી ચેરમેન ચેતનભાઈ પંચમીયા, પ્રોજેકટ ચેરમેનશ્રી જીજ્ઞેશ બોરડીયા – જીતુ પંચમીયા – ધવલ સંઘવી – ડો.હીરેન પટેલ, પ્રોજેકટ કમીટીનાં પરાગ મહેતા, બકુલેશ મહેતા, ધવલ શાહ, આકાશ શાહ, તેજસ દોઢીવાળા, રવિ મહેતા, ચિરાગ મહેતા, નિપેશ દેસાઈ, નિરવ મહેતા, વિરલ કામદાર, શ્રુતી શાહ, સોનલ દોશી, સોનલ દેશાઇ, અવની બાવીશી, અમી પંચમીયા, દિપાલી દોશી, આરતી મહેતા, જીનલ મહેતા, પાયલ ગાંધી, દિપ્તી ગાંધી, કલ્પા પંચમીયા, મૈત્રી ગાંધી સહીતનાં લોકો જહેમત ઉઠાવી રહયા છે.


