- પાકિસ્તાન ક્રિકેટ ટીમ ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023માંથી બહાર
- પાકિસ્તાનની ટીમ 9માંથી માત્ર ચાર મેચ જીતી શકી
- અબ્દુલ રઝાકે ઐશ્વર્યા રાય વિશે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
પાકિસ્તાન ક્રિકેટ ટીમ ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023માંથી બહાર થઈ ગઈ છે. ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને ટીમ પાંચમા સ્થાને રહી હતી. તે જ સમયે, આ પ્રદર્શન માટે ક્રિકેટ દિગ્ગજો દ્વારા પાકિસ્તાન ટીમની સતત ટીકા થઈ રહી છે. આ ટીકાઓ વચ્ચે પાકિસ્તાન ટીમના પૂર્વ અનુભવી ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી ગણાતી ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
અબ્દુલ રઝાકે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
અબ્દુલ રઝાકે એક શોમાં કંઈક એવું કહ્યું જેનાથી ભારતીય ચાહકો ખૂબ નારાજ થઈ ગયા હતા. રઝાકે કહ્યું, ‘ટીમને સારો દેખાવ કરવા માટે તમારો ઈરાદો સાચો હોવો જોઈએ. જો તમને લાગતું હોય કે મારે ઐશ્વર્યા રાય બચ્ચન સાથે લગ્ન કરવા જોઈએ અને આદર્શ બાળકો હોય તો એવું નહીં થાય. તમારે પહેલા તમારા ઇરાદાઓ બરાબર સેટ કરવા પડશે. જ્યારે રઝાકે આ નિવેદન આપ્યું ત્યારે શાહિદ આફ્રિદી, ઉમર ગુલ, સઈદ અજમલ જેવા ઘણા પૂર્વ પાકિસ્તાની મહાનુભાવો તેમની બાજુમાં બેઠા હતા. રઝાકના નિવેદન પર આ તમામ દિગ્ગજો તાળીઓ પાડતા અને હસતા જોવા મળ્યા હતા.
ફેન્સ અબ્દુલ રઝાક પર ગુસ્સે થયા
જોકે, આ વિવાદાસ્પદ નિવેદન બાદ ભારતીય ચાહકો ખૂબ જ નારાજ જોવા મળ્યા હતા. ચાહકોએ પણ સોશિયલ મીડિયા પર અબ્દુલ રઝાક માટે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. નવાઈની વાત એ હતી કે રઝાકના આ નિવેદન બાદ તેમની સાથે બેઠેલા પાકિસ્તાની દિગ્ગજોમાંથી કોઈએ વાંધો વ્યક્ત કર્યો ન હતો અને હસતા જોવા મળ્યા હતા.
પાકિસ્તાનનું વર્લ્ડકપમાં પ્રદર્શન
આ વખતે વર્લ્ડકપ 2023માં પાકિસ્તાનની ટીમ 9માંથી માત્ર ચાર મેચ જીતી શકી હતી. ટીમને પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને તેની સફર લીગ સ્ટેજમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપમાંથી બહાર રહીને પોતાના દેશ પરત ફરી છે અને હવે ટૂંક સમયમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.


