- આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમીફાઇનલ મેચ
- કોહલીએ વનડે વર્લ્ડકપમાં 4 સેમીફાઇનલ મેચ રમી
- સચિન તેંડુલકરે વર્લ્ડકપમાં 3 સેમીફાઇનલ મેચ રમી
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ODI વર્લ્ડકપ 2023ની સેમી ફાઈનલ મેચ શરૂ થઈ ગઈ છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લી પાંચ લીગ મેચોની જેમ, ભારતે સમાન પ્લેઇંગ 11 સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે ટીમના સૌથી સિનિયર ખેલાડી વિરાટ કોહલીએ સેમી ફાઈનલ મેચમાં ઈતિહાસ રચી દીધો છે. આ મેચમાં પ્રવેશતાની સાથે જ તેણે એક એવું કારનામું કર્યું જે આ પહેલા કોઈ ભારતીય કરી શક્યું ન હતું.
વિરાટ સચિન કરતા આગળ નીકળી ગયો
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ભારત માટે 1996, 2003 અને 2011 વર્લ્ડકપની સેમિફાઇનલ રમી હતી. પરંતુ હવે વિરાટ કોહલી સચિન કરતા પણ આગળ નીકળી ગયો છે. વિરાટ કોહલી ચોથી વખત વર્લ્ડ કપની સેમીફાઈનલ રમવા મેદાનમાં આવ્યો છે. વિરાટે 2011, 2015 અને 2019માં છેલ્લા ત્રણ વર્લ્ડકપમાં ભારત માટે સેમિફાઇનલ મેચ રમી હતી. હવે તે ચાર સેમીફાઈનલ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.
ભારત 2019નો બદલો લેશે
ભારતીય ટીમને 2019 વર્લ્ડકપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ચાર વર્ષ બાદ ટીમ ઈન્ડિયા એ હારનો બદલો લેવા મેદાનમાં ઉતરી છે. આ વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડની ટીમ લીગ તબક્કામાં 9 માંથી 4 મેચ હારી ગઈ હતી. તો ભારતીય ટીમ તમામ 9 મેચ જીતીને અજેય રહી હતી. ભારતે લીગ રાઉન્ડમાં પણ ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં આ વખતે ટીમ ઈન્ડિયા કિવી ટીમને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવશે તેવી પૂરી આશા છે.
બંને ટીમના 11 રમી રહ્યા છે
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.
ન્યુઝીલેન્ડ: ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિચેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટોમ લાથમ, મિચેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન, ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટ.


