- શાંક્સી પ્રાંતમાં કોલસાની ખાણમાં લાગી આગ
- ઘટનામાં 26ના મોત, 60થી વધુ લોકો સારવાર હેઠળ
- તંત્રની બેદરકારીને કારણે દુર્ઘટના સર્જાઇ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં ગુરુવારે કોલસાની ખાણકામ કંપનીની બિલ્ડિંગમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે. ચીનના સરકારી મીડિયાએ આ માહિતી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લુલિયાંગ સિટીના લિશી જિલ્લામાં સ્થિત પાંચ માળની બિલ્ડિંગના બીજા માળે સવારે લગભગ 6.50 વાગ્યે આગ લાગી હતી.
મળતી માહિતી મુજબ આગમાં 26 લોકોના મોત થયા છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ગ્લોબલ ટાઈમ્સ અખબારે અહેવાલ આપ્યો છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ પ્રયાસો ચાલુ છે. આ બિલ્ડીંગ એક ખાનગી કોલસા ખાણ કંપનીની છે. નબળા સુરક્ષા ધોરણોને કારણે ચીનમાં ઔદ્યોગિક અકસ્માતો સામાન્ય છે.


