- 8 જેટલા હથિયારધારીઓએ તુરબત પોલીસ ચોકીને બનાવ્યું નિશાન
- પોલીસ ચોકી પર હુમલો કરી સબમશીન બંદુકો અને દારુગોળો લૂંટ્યો
- ક્વેટામાં પણ શંકાસ્પદ વ્યક્તિ વાહન સાથે કેન્ટોનમેન્ટમાં ઘૂસી આવ્યો, પોલીસે કરી ધરપકડ
પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં એક સુરક્ષા ચોકી પર હુમલો કર્યા બાદ સશસ્ત્ર લોકોએ 3 પોલીસ કોન્સ્ટેબલને બંધક બનાવ્યા છે. આ ઘટના બુધવારે તુરબત પોલીસ ચોકી પર બની હતી. આ ઘટનાની જાણકારી અધિકારીઓએ આપી. સશસ્ત્ર લોકોએ 3 કોન્સ્ટેબલોને બંધક બનાવવાની સાથે તેમની પાસેથી સબમશીન ગન અને દારૂગોળો પણ છીનવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અદાજે 6 થી 8 લોકો હથિયારો સાથે આવ્યા અને ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો.
ક્વેટામાં પણ શંકાસ્પદ વ્યક્તિ વાહન સાથે કેન્ટોનમેન્ટમાં ઘૂસ્યો
દરમિયાન અધિકારીઓએ કહ્યું કે, એક શંકાસ્પદ વ્યક્તિ રાજધાની ક્વેટામાં એન્ટ્રી પોઈન્ટ ઉપર ઓળખ આપ્યા વગર અને વાહન થોભાવ્યા વિના કેન્ટોનમેન્ટમાં ઘૂસી ગયો હતો, જેની સુરક્ષા દળોએ ધરપકડ કરી લીધી છે. આ શખસનું નામ એસ્સા ખાન હોવાનું કહેવાય છે અને તે સુરક્ષા પોઈન્ટમાં સુઝુકી વાન સાથે ઘૂસી ગયા હતો. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.
સુરક્ષા દળોએ શંકાસ્પદ વ્યક્તિની કરી ધરપકડ
જો કે આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટનાની સાથે બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં સુરક્ષા દળોએ એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમણે બુધવારે મોડી સાંજે પ્રવેશ ચોકી પર રોકાયા વગર અને તેની ઓળખ આપ્યા વિના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં બળજબરીથી પ્રવેશ કર્યો હતો.
મેઈન ગેટથી પસાર થયા બાદ સુરક્ષાને હાઈ એલર્ટ પર
તેમણે આગળ કહ્યું કે, એસ્સા ખાન તરીકે ઓળખાયેલ શંકાસ્પદ વ્યક્તિએ પ્રવેશ ચોકી પર સુરક્ષા ચેકપોઈન્ટ પર ઓળખ માટે રોકાયા વગર ક્વેટા કેન્ટોનમેન્ટ વિસ્તારમાં સુઝુકી વાન ચલાવી હતી. મેઈન ગેટથી પસાર થયા બાદ સુરક્ષાને હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું અને બાદમાં તેને વાહન સાથે કેન્ટોનમેન્ટ વિસ્તારમાંથી તે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.


