- ભારતીય ટીમ વર્લ્ડકપ 2023ના ફાઈનલમાં પહોંચી
- સેમીફાઈનલમાં વિરાટ કોહલીએ સચિનનો રેકોર્ડ તોડ્યો
- વિરાટ વનડેમાં સૌથી વધુ સદી ફટકારનારો બેટ્સમેન બન્યો
વર્લ્ડકપ 2023માં વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પોતાની 50મી સદી ફટકારી છે. આ સદી ફટકારવા સાથે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો વર્ષો જૂનો સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ તોડ્યો છે.
સચિનનો 11 વર્ષ જૂનો વીડિયો વાયરલ
હવે સચિન તેંડુલકરનો 11 વર્ષ જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ક્રિકેટ ફેન્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. 11 વર્ષ પહેલાં માસ્ટર-બ્લાસ્ટરને એક પ્રોગ્રામમાં સલમાન ખાને પૂછ્યું હતું કે, શું લાગે છે તમને, શું તમારો રેકોર્ડ કોઈ તોડી શકશે. આ સમયે સચિને જવાબ આપ્યો હતો કે, મને અમુક યંગ ખેલાડી દેખાઈ રહ્યા છે. જે આ રેકોર્ડ તોડી શકે છે. વિરાટ કોહલી અથવા રોહિત શર્મામાંથી કોઈ આ રેકોર્ડ તોડી શકે છે. આ સમયે વિરાટ કોહલી પણ ત્યાં હાજર હતો.
રેકોર્ડ તોડીને નતમસ્તક થયો વિરાટ
વિરાટ કોહલી પોતાની 50મી વનડે સદી પૂર્ણ કરીને ક્રિકેટના ગોડ ફાધર સામે નતમસ્તક થયો હતો. સાથે સચિન તેંડુલકરે પણ વિરાટ કોહલી પર પ્રેમ વરસાવ્યો હતો. જે બાદ સચિને ઉભા થઈને વિરાટ કોહલીને શુભેચ્છા પાઠવી હતી.
કોહલીએ સચિનની સામે તોડ્યો રેકોર્ડ
સચિનને સામે તેનો જ રેકોર્ડ તોડવો તે મોટી વાત છે. તેંડુલકરે આના પર ખુશી વ્યક્ત કરી અને તેમને એ વાતની ખુશી હતી કે, આ રેકોર્ડ કોઈ ભારતીય ખેલાડીએ તોડ્યો છે. વિરાટે રેકોર્ડ તોડ્યો તે બાદ સચિને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે.


