- શિકાગોમાં ટ્રેન અકસ્માતમાં 40 લોકો ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
- કોમ્યુટર ટ્રેન શિકાગોથી સ્કોકી જતા દરમિયાન બની ઘટના
USમાં ગુરુવારે સવારે શિકાગોમાં એક પેસેન્જર ટ્રેન રેલ સાધનો સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં લગભગ 40 લોકો ઘાયલ થયા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ અમેરિકાના શિકાગોમાં ટ્રેન દુર્ઘટનામાં લગભગ 40 લોકો ઘાયલ થયા છે. શિકાગો ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, શિકાગો ટ્રાન્ઝિટ ઓથોરિટી ટ્રેન શહેરની ઉત્તર બાજુએ હોવર્ડ સીટીએ સ્ટેશન નજીક સ્થાનિક સમય અનુસાર સવારે 10:35 વાગ્યે બરફ દૂર કરવાના સાધનો સાથે અથડાઈ હતી. યલો લાઇન પેસેન્જર ટ્રેન 31 મુસાફરો અને નવ CTA કર્મચારીઓને લઈને શિકાગોથી સ્કોકી જઈ રહી હતી.
ટ્રેન શિકાગોથી જઈ રહી હતી સ્કોકી
શિકાગો ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, શિકાગો ટ્રાન્ઝિટ ઓથોરિટી ટ્રેન શહેરની ઉત્તર બાજુએ હોવર્ડ સીટીએ સ્ટેશન નજીક સ્થાનિક સમય અનુસાર સવારે 10:35 વાગ્યે બરફ દૂર કરવાના સાધનો સાથે અથડાઈ હતી. યલો લાઇન પેસેન્જર ટ્રેન 31 મુસાફરો અને 9 CTA કર્મચારીઓને લઈને શિકાગોથી સ્કોકી જઈ રહી હતી.
15 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે
મેડિકલ ચીફ કીથ ગ્રેએ જણાવ્યું કે ચાર બાળકો સહિત 38 ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. ઘટનાસ્થળે 15 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે.
CTAના અધિકારીઓએ જણાવ્યું કે અકસ્માતનું કારણ તપાસ હેઠળ છે. સીટીએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે અકસ્માતને કારણે લાલ, જાંબલી અને પીળી લાઇન પરની ટ્રેન સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.


