- રણપ્રદેશ ધરવતા શહેર દુબઈમાં હાલ પૂરની સ્થિતિ
- અચાનક બદલાયેલા વાતાવરણના કારણે વરસાદ ખાબક્યો
- દુબઈના અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી
રણપ્રદેશ ધરવતા શહેર દુબઈમાં હાલ પૂરની સ્થિતિ છે. દુબઈના સાફ રસ્તાઓમાં હાલના સમયમાં પાણી ભરાયેલા છે. અચાનક બદલાયેલા વાતાવરણના કારણે દુબઈમાં જોરદાર વરસાદ થતા પૂર આવ્યું છે. જેના કારણે વૈજ્ઞાનિકો અને લોકો ચોંકી ઉઠ્યા છે. હાલ તે પાછળનું કારણ જાણવાના પ્રયત્નો થઇ રહ્યા છે. તેમજ પ્રશાસન દ્વારા લોકોને દરિયાકિનારે જવા બાબતે મનાઈ ફરમાવવામાં આવી રહી છે.
દુબઈ શહેરમાં ભારે વરસાદને પગલે પૂરના દ્રશ્યો
વિશ્વના સૌથી પ્રખ્યાત રણમાં પૂર આવે તો નવાઈ લાગે. દુબઈના ઘણા વિસ્તારો હાલમાં ભારે વરસાદ બાદ પૂરના પાણીમાં ડૂબી ગયા છે. અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેની તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે. આ વાવાઝોડાએ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ભારે તબાહી મચાવી છે. અહીં ઘણી જગ્યાએ રોડ પર બોટ દોડી રહી છે. દુબઈના હવામાનમાં આવેલા આ અચાનક બદલાવથી વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે. આ દરમિયાન દુબઈ પોલીસે લોકોને રેતી અને માટીવાળા વિસ્તારોમાં ન જવા જણાવ્યું છે. તેનું કારણ ઘણી જગ્યાએ જમીન ધસી જવાનો ભય હોવાનું જણાવવામાં આવ્યું છે.
પૂરનું કારણ શું છે?
રણપ્રદેશ ધરવતા શહેર દુબઈમાં હાલ પૂરની સ્થિતિ છે. પૂરની સ્થિતિના વીડિયોમાં રસ્તાઓ પાણીમાં ડૂબેલા જોવા મળે છે. લોકોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. ભારે વરસાદની સંભાવનાને જોતા UAEના હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવામાનમાં આ ફેરફાર ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે થઈ રહ્યો છે. પૂરના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. ઘણી જગ્યાએ પરિવહન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. હવાઈ સેવાને પણ અસર થઈ છે.
પોલીસે સાવચેત રહેવા જણાવ્યું હતું
પૂરના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ઘણી જગ્યાએ, લોકો રસ્તાઓ પર નાની હોડીઓ ચલાવતા જોવા મળે છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે ત્યાંના રસ્તાઓ પર પાણી ભરાયાની તસવીરો શેર કરી છે. દુબઈ પોલીસે લોકોને બીચ અને પૂરની સંભાવનાવાળા વિસ્તારોથી દૂર રહેવા કહ્યું છે. આ સાથે લોકોને ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે.


