- વધુ એક મહિલા ઇઝરાયેલ સૈનિકનો મૃતદેહ મળ્યો
- ઈઝરાયેલની સેનાએ નિવેદન જારી કરી આપી જાણકારી
- માસના આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું
ગાઝામાં અલ શિફા હોસ્પિટલ પાસે એક મહિલા ઇઝરાયેલ સૈનિકનો મૃતદેહ મળી આવ્યો છે. ઈઝરાયેલની સેનાએ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. ઇઝરાયેલી સેનાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે 19 વર્ષીય કોર્પોરલ નાઓ માર્સિઆનોનું 7 ઓક્ટોબરના રોજ હમાસના આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, જેનો મૃતદેહ અલ શિફા હોસ્પિટલ પાસે ઇઝરાયેલી સેના દ્વારા મળી આવ્યો છે. ઈઝરાયેલ સેનાએ મહિલા સૈનિકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
અન્ય એક ઈઝરાયેલી મહિલાનો મૃતદેહ પણ મળી આવ્યો હતો
ઈઝરાયેલે હમાસ પર ટનલ બનાવવા માટે શાળા અને હોસ્પિટલ જેવી નાગરિક ઈમારતોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ દાવાના સમર્થનમાં ઈઝરાયેલી સેનાએ અનેક વીડિયો જાહેર કર્યા છે. આ પહેલા ઈઝરાયેલની સેનાએ ગાઝામાં જ અન્ય ઈઝરાયેલની મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. તે વૃદ્ધ મહિલાનું પણ 7 ઓક્ટોબરે અપહરણ કરવામાં આવ્યું હતું. મૃતક મહિલાની ઓળખ યેહુદિત વેઈસ (65 વર્ષ) તરીકે થઈ છે. ઈઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે હમાસે વેઈસના પતિની હત્યા કરી હતી અને 7 ઓક્ટોબરે તેનું અપહરણ કર્યું હતું.
હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલ પર ટેન્ક વિરોધી મિસાઇલોથી હુમલો કર્યો હતો, ત્યારબાદ ઇઝરાયેલની સેનાએ શુક્રવારે લેબનોનમાં હિઝબુલ્લાના સ્થાનો પર બોમ્બમારો કર્યો હતો. આ સમયગાળા દરમિયાન, હિઝબુલ્લાહના હથિયારોના જથ્થા અને આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. શુક્રવારે પેલેસ્ટિનિયનોએ હેબ્રોન વિસ્તારમાં ઇઝરાયલી સેનાના જવાનો પર ગોળીબાર કર્યો હતો, ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં બે પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. ઇઝરાયલી સેનાની કાર્યવાહીમાં હમાસના એક ટોચના નેતા માર્યા ગયાના સમાચાર છે. માર્યા ગયેલા નેતાની ઓળખ ખાલેદ અબુ હલાલ તરીકે થઈ છે.


