- ઇમ્ફાલ એરપોર્ટ પાસે અજાણી ઉડતી વસ્તુ દેખાઇ
- એરફોર્સ દ્વારા કરવામાં આવી રહી છે તપાસ
- બે ફાઇટર પ્લેનને UFO શોધવા મોકલ્યા
ઇમ્ફાલ એરપોર્ટ પાસે અજાણી ઉડતી વસ્તુ જોતા ભારતીય વાયુસેના એક્શનમાં આવી છે. વાયુસેનાએ UFO એટલે કે અજ્ઞાત વસ્તુની ખોજ કરવા માટે રાફેલ લડાકુ વિમાન મોકલ્યા છે. મહત્વનું છે કે રવિવારે બપોરે 2.30 કલાકે ઇમ્ફાલ એરપોર્ટ પર UFO દેખાયું હતુ.
ના દેખાયુ UFO
સંરક્ષણ સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતું કે ઈમ્ફાલ એરપોર્ટ નજીક UFO વિશે માહિતી મળ્યા બાદ તરત જ નજીકના એરબેઝ પરથી એક રાફેલ ફાઈટર એરક્રાફ્ટને તેની શોધ માટે મોકલવામાં આવ્યું હતું.’ તેમણે કહ્યું, ‘અદ્યતન સેન્સરથી સજ્જ વિમાન યુએફઓ શોધવા માટે શંકાસ્પદ વિસ્તાર પર ખૂબ જ નીચી ઉંચાઈએ ઉડ્યું, પરંતુ ત્યાં કશું મળ્યું નહીં. તેમણે કહ્યું કે પ્રથમ એરક્રાફ્ટ પરત આવ્યા પછી, અન્ય રાફેલ ફાઇટર એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું હતું. હતી. તેણે શોધખોળ પણ કરી, પરંતુ આજુબાજુ આજુબાજુ યુએફઓ દેખાયો નહીં. તેમણે કહ્યું કે સંબંધિત એજન્સીઓ UFOની વિગતો જાણવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે ઇમ્ફાલ એરપોર્ટ પર UFO દેખાયો હોવાનો વીડિયો સામે આવ્યો હતો.
કોણે જોયુ UFO ?
મહત્વનું છે કે એર ટ્રાફિક સર્વિસ (ATS)ના જવાનો, એરલાઈન્સના કર્મચારીઓ, સામાન્ય લોકો, પોલીસ અને CISFના જવાનોએ ઈમ્ફાલ એરપોર્ટ પર આ ઘટના જોઈ હતી. આ ઑબ્જેક્ટ એર ટ્રાફિક કંટ્રોલરની છત પર ફરતુ જોવા મળ્યુ હતુ. જો કે તેને ઓળખવુ શક્ય બન્યુ ન હતું. તમને જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાના રાફેલ ફાઈટર એરક્રાફ્ટ પશ્ચિમ બંગાળના હાશિમારા એરપોર્ટ પર તૈનાત છે અને ચીન સરહદે પૂર્વીય ક્ષેત્રના વિવિધ એરપોર્ટ પરથી ઉડાન ભરે છે.


