- તેલંગણાના મોઇનાબાદમાં મોટી દુર્ઘટના
- ઇન્ડોર સ્ટેડિયમના નિર્માણ દરમિયાન પડી દિવાલ
- બચાવ કાર્ય શરૂ, ઘાયલોને ખસેડાયા હોસ્પિટલ
તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં આવેલા મોઈનાબાદમાં દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ગામમાં બની રહેલા ઇન્ડોર સ્ટેડિયમના નિર્માણ દરમિયાન દિવાલનો એક ભાગ તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
બચાવ કામગીરી શરૂ
ઘટનાને પગલે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પુર ઝડપે રેસક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. ફસાયેલા શ્રમિકોને પણ હોસ્પિટલ લઇજવામાં આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં પ્રાઇવેટ ઇન્ડોર સ્ટેડિયમ બની રહ્યું હતું. રાજેન્દ્રનગરના ડીએસપી જગદીશ્વર રેડ્ડીના જણાવ્યા અનુસાર, હાલ ઘટનાસ્થળેથી એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. તે જ સમયે, અધિકારીઓ કાટમાળમાંથી અન્ય મૃતદેહોને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સિવાય અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ડીસીપીએ જણાવ્યું કે બચાવ કાર્ય હજુ ચાલુ છે.


