- COP 28માં મારા સૌથી સારા મિત્ર પીએમ મોદી
- સેલ્ફીમાં બંને પીએમ ખુશ જોવા મળ્યા
- ઈટલી પીએમએ #Melodi સાથે ઈન્સ્ટા પર શૅર કરી સેલ્ફી
ઈટલીના પીએમ જોર્જિયા મેલોનીએ COP 28માં પીએમ મોદીને પોતાના સારા મિત્ર ગણાવ્યા. દુબઈમાં જળવાયુ સમિટના સમયે મેલોનીએ પીએમ મોદીની સાથે એક સેલ્ફી લીધી. આ સેલ્ફીને તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર #Melodi સાથે પોસ્ટ કરી. પીએમ મોદી સાથે સેલ્ફ શેર કરતા મેલોનીએ લખ્યું ‘COP28 માં મારા સારા મિત્ર’.
ઉલ્લેખનીય છે કે યૂએઈમાં આ સમયે જળવાયુ સંમેલન ચાલી રહ્યું છે. આ સંમેલનમાં ભાગ લેનાર માટે દુનિયાના અનેક નેતા પહોંચી ચૂક્યા છે. પીએમ મોદી પણ તેમાં સામેલ થવા પહોંચ્યા હતા. COP 28 સમિટમાં પીએમ મોદીએ પણ તમામ દેશના પર્યાવરણ વિશે વિચારવાનું શરૂ કરવા કહ્યું. આ સાથે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડાને લઈને વાત કરી. સમિટ સિવાય પીએમ મોદીએ અનેક વૈશ્વિક નેતાઓની મુલાકાત લીધી અને તેમની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી.
COP28માં વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
COP28 સમિટમાં PM મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિએ પર્યાવરણ વિશે વિચારવું જોઈએ. આપણે આપણા હેલ્થ કાર્ડ વિશે જે રીતે વિચારીએ છીએ તે જ રીતે આપણે તેના વિશે વિચારવું જોઈએ. પીએમ મોદીએ વૈશ્વિક ઉત્સર્જનમાં ધરખમ ઘટાડો કરવા માટે તમામ દેશોને સાથે મળીને કામ કરવા હાકલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારતનું ઉત્સર્જન અન્ય દેશોની સરખામણીમાં ઘણું ઓછું છે. અમારું લક્ષ્ય 2030 સુધીમાં 45 ટકા કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું છે.
પીએમ મોદી અનેક વૈશ્વિક નેતાઓને મળ્યા
મોદીએ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ, યુએઇના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, જોર્ડનના રાજા અબ્દુલ્લા II, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. આ સિવાય પીએમ મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વા, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ કેમરોન, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર, તુર્કીના રાષ્ટ્રપતિ આરટી એર્દોઆન, સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદને પણ મળ્યા હતા.


