- ભાજપના આ નેતાની જીત સૌથી વધુ ચર્ચામાં
- તેલંગાણામાં ભાજપે 8 સીટ પર જીત મેળવી છે
- કટિપલ્લીએ રાજ્યના બંને મોટા નેતાઓને હરાવ્યા
તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જંગી જીત મેળવી છે. જ્યારે બીજી તરફ કેસીઆરની પાર્ટી બીઆરએસ રાજ્યમાં જીતની હેટ્રિકથી ચૂકી ગઈ છે. આ તરફ ભાજપે તેલંગાણામાં 8 સીટો જીતીને પોતાની સ્થિતિ બતાવી છે. આમાં સૌથી વધુ ચર્ચાસ્પદ એવી કામરેડ્ડીની સીટનો પણ સમાવેશ થાય છે. કે ચંદ્રશેખર રાવ (KCR) અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રેવન્ત રેડ્ડી આ બેઠક પરથી મેદાનમાં હતા. જો કે આ બંને નેતાઓ વચ્ચેના ચૂંટણી જંગમાં ભાજપના ઉમેદવાર કતિપલ્લી વેંકટા રમણ રેડ્ડીની જીત થઈ હતી.
ભાજપના 53 વર્ષના કટિપલ્લીએ રાજ્યના બંને મોટા નેતાઓને હરાવીને કામરેડ્ડી સીટ જીતી લીધી છે. કામરેડ્ડીથી કટ્ટીપલ્લી વેંકટા રમણ રેડ્ડી બંને હેવીવેઈટ ઉમેદવારોને હરાવવામાં સફળ રહ્યા હતા. કેસીઆર બીજા ક્રમે જ્યારે રેવન્ત રેડ્ડી ત્રીજા ક્રમે છે.
નોંધનીય છેકે, ભાજપના તમામ નેતાઓ કટિપલ્લીની જીતને મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ટ્વીટ કરીને કટિપલ્લીને અભિનંદન પાઠવ્યા હતા. તેણે ટ્વીટ કરીને લખ્યું, આ મહાપુરુષને અવગણશો નહીં! ભાજપના કટ્ટીપલ્લી વેંકટે કામરેડ્ડી વિધાનસભા બેઠક પરથી વર્તમાન તેલંગાણાના સીએમ કેસીઆર અને કોંગ્રેસના સીએમ ઉમેદવાર રેવંત રેડ્ડીને હરાવ્યા હતા. આ એક જોરદાર જીત છે જેની વાત પણ નથી થતી!
એક તરફ કોંગ્રેસની જીતનો શ્રેય પ્રદેશ અધ્યક્ષ રેવંત રેડ્ડીને જાય છે. સંભવિત સીએમની રેસમાં તેઓ સૌથી આગળ માનવામાં આવે છે. આ વખતે રેવંતે બે બેઠકો પરથી ચૂંટણી લડી હતી. તેઓ કામરેડ્ડી અને કોડંગલથી ચૂંટણી લડ્યા હતા. તે જ સમયે, સીએમ કેસીઆર પણ બે બેઠકો ગજવેલ અને કામરેડ્ડી પરથી ચૂંટણી લડ્યા હતા. બંને કામરેડ્ડી દ્વારા હરાવ્યા હતા. જો કે, રેવંત કોડાંગલ અને કેસીઆર ગજવેલથી ચૂંટણી જીત્યા હતા.


