- તેલંગાણાના ભાઈઓ અને બહેનોને અભિનંદન: PM
- ભાજપના તમામ કાર્યકર્તાઓને અભિનંદન: PM
- યુવા મતદારોનો પણ દિલથી આભાર :PM
દેશના ત્રણ રાજ્યમાં ભાજપે પોતાની શાનદાર જીત હાંસલ કરી છે. જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી X કરી સૌથી મહત્વનો મેસેજ આપ્યો છે. 3 રાજ્યોમાં ભાજપની જીત બાદ પીએમ મોદીએ X પર લખ્યું છે અને કહ્યું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતની જનતાને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે, તેમનો વિશ્વાસ ભાજપમાં છે.
વડાપ્રધાન મોદીએ X પર આગળ લખ્યું કે હું આ તમામ રાજ્યોના પરિવારના સભ્યો, ખાસ કરીને માતાઓ, બહેનો, પુત્રીઓ અને અમારા યુવા મતદારોનો ભાજપ પર પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદ આપવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. હું તેમને ખાતરી આપું છું કે અમે તમારા કલ્યાણ માટે અથાક કામ કરવાનું ચાલુ રાખીશું.
જેની સાથે જ પીએમએ લખ્યું કે, આ અવસર પર પાર્ટીના તમામ મહેનતુ કાર્યકરોનો ખાસ આભાર. તમે બધાએ એક અદ્ભુત દાખલો બેસાડ્યો છે. તમે જે રીતે ભાજપની વિકાસ અને ગરીબ કલ્યાણની નીતિઓને લોકોમાં લઈ લીધી છે તેના વખાણ કરી શકાય તેમ નથી. અમે વિકસિત ભારતના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. આપણે ન તો અટકવાનું છે કે ન થાકવાનું છે. આપણે ભારતને વિજયી બનાવવું છે. આજે આપણે સાથે મળીને આ દિશામાં મજબૂત પગલું ભર્યું છે.
શું રહ્યું છે પરિણામ
વિધાનસભા ચૂંટણી પરિણામ 2023 અનુસાર રવિવારે થઈ રહેલી ચૂંટણીની મતગણતરી વિશે વાત કરીએ તો, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં વલણમાં ભાજપને બહુમતી મળી છે. જો કે તેલંગાણામાં કોંગ્રેસ સત્તામાં હોય તેવું લાગી રહ્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, મધ્ય પ્રદેશમાં 230 સીટોમાંથી ભાજપ 161 સીટો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 66 સીટો પર આગળ છે. છત્તીસગઢની 90 બેઠકોમાંથી ભાજપ 54 બેઠકો પર આગળ છે જ્યારે ભાજપ 33 બેઠકો પર આગળ છે. આ સિવાય જો રાજસ્થાનની વાત કરીએ તો અહીં 199 સીટોમાંથી ભાજપ 112 પર અને કોંગ્રેસ 71 સીટો પર આગળ છે. તેલંગાણામાં કોંગ્રેસ-બીઆરએસ 65 સીટો પર આગળ છે.


