- રાતે 1.19 મિનિટે ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ
- આ પહેલા પણ 2 દિવસ આવ્યા હતા ભૂકંપના આંચકા
- સુનામીની ચેતવણી કરાઈ જાહેર
ફિલિપાઈન્સના મિંડાનાઓમાં આજે રાતે 1.19 કલાકે 6.8ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે દક્ષિણ ફિલિપાઇન્સના દરિયાકાંઠે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ ભૂકંપ આફ્ટરશોક હોઈ શકે છે. આ પહેલા પણ ફિલિપાઈન્સમાં છેલ્લા બે દિવસમાં અનેક ભૂકંપ આવી ચૂક્યા છે.
સુનામીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે
મિંડાનાઓ ટાપુ પર હિનાતુઆનની નગરપાલિકાના ઉત્તરપૂર્વમાં લગભગ 72 કિલોમીટર દૂર 30 કિલોમીટર (18 માઇલ)એ સવારે 4 વાગ્યા (સ્થાનિક સમય) પહેલાં ભૂકંપ આવ્યો હતો. આ સિવાય રવિવારે 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને શનિવારે આ જ વિસ્તારમાં 7.6ની તીવ્રતાનો જીવલેણ ભૂકંપ આવ્યો હતો. સતત ધરતીકંપના કારણે આ વિસ્તારમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી.
ભયમાં જીવે છે જિંદગીઓ
શનિવારે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. USGS અનુસાર આ પછી રવિવાર સુધી 6 થી વધુ તીવ્રતાના ઘણા આફ્ટરશોક્સ આવ્યા. શનિવારે આવેલા ભૂકંપના કારણે લોકોને ઘર છોડીને ભાગવું પડ્યું હતું, આ વિસ્તારના લોકો હજુ પણ ભયના માહોલમાં જીવી રહ્યા છે. વિસ્તારની તમામ હોસ્પિટલોને ખાલી કરાવવી પડી હતી.આ સિવાય રવિવારે સાંજે આવેલા ભૂકંપના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા.
રીંગ ઓફ ફાયર વિસ્તાર
ધ રીંગ ઓફ ફાયર એક એવો વિસ્તાર છે જેમાં ઘણા દેશો આવે છે. આ વિસ્તારમાં ધરતીકંપ આવતા રહે છે. રીંગ ઓફ ફાયરમાં ઘણા દેશોની ટેકટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય છે જેના કારણે ભૂકંપ આવતા રહે છે. ફિલિપાઈન્સ પણ રીંગ ઓફ ફાયર વિસ્તારમાં આવે છે.


