- IDFએ હમાસના આતંકીઓને ખતમ કરવા લીધી શપથ
- ઈઝરાયેલની સેના ખાન યુનિસમાં એન્ટ્રી સાથે ગ્રાઉન્ડ એક્શન
- ગાઝા પટ્ટીને 3 ભાગમાં વહેંચીને કાર્યવાહી કરવામાં આવી
ઇઝરાયેલના હુમલાઓને કારણે ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયનો ક્યાંય પણ સુરક્ષિત નથી અને દરેક પસાર થતા કલાકો સાથે તેમની રહેવાની જગ્યા ઘટી રહી છે. શનિવાર-રવિવારની આખી રાત દરમિયાન ઈઝરાયેલના ફાઈટર પ્લેન્સે ખાન યુનિસ અને રફાહ શહેરો પર બોમ્બમારો કર્યો, જેના કારણે જાન-માલનું મોટું નુકસાન થયું.
આ એ જ રફાહ શહેર છે જે સતત ઇઝરાયેલના હુમલાનું નિશાન બની રહ્યું છે, જ્યાં ઇઝરાયેલની સેના દક્ષિણ ગાઝામાં રહેતા પેલેસ્ટાઇનીઓને સુરક્ષાના કારણોસર ત્યાંથી જવા માટે કહી રહી છે. ગાઝાની હોસ્પિટલો યુદ્ધવિરામ પછી માત્ર ત્રણ દિવસની લડાઈમાં ઘાયલ થયેલા લોકોથી ભરેલી છે. ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં અત્યાર સુધીમાં 15,400થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 40 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે.
ગાઝાના સૌથી મોટા શહેર ખાન યુનિસને નિશાન બનાવ્યું
ઇઝરાયેલની સેના જે રીતે દક્ષિણ ગાઝાના સૌથી મોટા શહેર ખાન યુનિસને નિશાન બનાવી રહી છે તે સંકેત આપી રહ્યું છે કે ટૂંક સમયમાં જ ઇઝરાયેલની સેના ત્યાં ઘૂસવા જઇ રહી છે. શુક્રવારે શરૂ થયેલા બીજા રાઉન્ડના યુદ્ધમાં ઈઝરાયેલની સેના સતત હવાઈ હુમલા અને ટેન્ક વડે શહેર પર તોપમારો કરી રહી છે. દક્ષિણ ગાઝામાં પણ જમીની સૈન્ય કાર્યવાહી શરૂ કરવાનો સંકેત આપતાં PM બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે સમગ્ર ગાઝામાં જમીની કાર્યવાહી વિના યુદ્ધના ઉદ્દેશ્યો હાંસલ કરવા શક્ય નથી. ઇઝરાયેલ દ્વારા ચલાવવામાં આવેલા યુદ્ધનો હેતુ હમાસનો નાશ કરવાનો અને અપહરણ કરાયેલા અને બંધક બનાવાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે મુક્ત કરવાનો છે.
ગાઝા પટ્ટીને ત્રણ ભાગમાં કેમ વહેંચ્યું?
ઈઝરાયેલની સેના ખાન યુનિસ અને અન્ય દક્ષિણી વિસ્તારોમાં રહેતા સામાન્ય લોકોને રફાહ જવા માટે સતત સંદેશા મોકલી રહી છે. પરંતુ દક્ષિણના લોકો કહી રહ્યા છે કે ઇઝરાયેલની સેના એ જ રફાહ શહેર પર હુમલો કરી રહી છે જ્યાં તેઓ જવા માટે કહી રહ્યા છે. ઈઝરાયેલની સેના હાલમાં ગાઝા પટ્ટીને ત્રણ ભાગમાં વહેંચીને કાર્યવાહી કરી રહી છે. કહેવાય છે કે હમાસના ઠેકાણાઓને શોધીને નષ્ટ કરવામાં આવી રહ્યા છે.
ગાઝા સિટીના વતની 37 વર્ષીય માહેરે ટેલિફોન દ્વારા જણાવ્યું કે તે ઇઝરાયેલી સેનાના કહેવા પર દક્ષિણી શહેર અલ કરારામાં આવ્યો હતો. જ્યારે યુદ્ધવિરામ પછી ઇઝરાયલી હુમલાઓ શરૂ થયા, ત્યારે તે અને તેના ત્રણ બાળકોનો પરિવાર બચવા માટે ખાન યુનિસ શહેરના અંતરિયાળ વિસ્તારમાં ભાગી ગયો હતો, પરંતુ હવે તે બોમ્બ ધડાકા વચ્ચે રફાહ જવાનો પ્રયાસ કરી રહ્યો છે. ખબર નથી ક્યાં સુધી આપણે જીવ બચાવવા દોડવું પડશે.


