- રિઝ શબ્દ સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે
- રિઝ એ એક પ્રકારની બોલચાલની સંજ્ઞા છે
- રિઝનો ઉપયોગ ક્રિયાનાં રૂપમાં કરવામાં આવે છે
રિઝ શબ્દ કે જેનો અર્થ કરિશ્મા અથવા તો રોમેન્ટિક અપીલ એવો થાય છે તેને સોમવારે ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા વર્ષ 2023 માટે વર્ડ ઓફ યરનો તાજ પહેરાવવામાં આવ્યો છે. રિઝ શબ્દ ગયા વર્ષનાં લોકોનાં મૂડ, લોકાચાર અને વ્યસ્તતાને સૌથી વધુ સારી રીતે પ્રતિબિંબિત કરે છે. રિઝ એ એક પ્રકારની બોલચાલની સંજ્ઞા છે જેને શૈલી,આકર્ષણ અને અન્ય રૂપમાં પરિભાષિત કરવામાં આવેલ છે. જેનું વ્યાપક રીતે અર્થઘટન રોમેન્ટિક કે યૌન સાથીને આકર્ષિત કરવાની ક્ષમતા એવો થાય છે. રિઝ શબ્દની વ્યૂત્પતિની દૃષ્ટિએ જોઈએ તો રિઝ શબ્દ એ કરિશ્મા શબ્દનું સંક્ષિપ્ત રૂપ માનવામાં આવે છે. જેને શબ્દનાં મધ્ય ભાગમાંથી લેવામાં આવેલ છે અને તે એક અસામાન્ય શબ્દ બનાવવાની પેટર્ન છે.
કેસ્પર ગ્રાથવોહલનાં જણાવ્યા મુજબ રિઝ એક એવો શબ્દ છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે. જે ભાષાનાં વિશેષ સામાજિક ગ્રૂપમાં વધુ લોકપ્રિયતા હાંસલ કરીને ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. જો કે કેટલાક કિસ્સામાં ભાષા તેની લોકપ્રિયતા ગુમાવી દે છે અથવા તો જૂની થઈ જાય છે. પણ મુખ્ય પ્રવાહમાં તેને સામેલ કરી શકાય છે. રિઝનો ઉપયોગ ક્રિયાનાં રૂપમાં કરવામાં આવે છે અને વાક્યાંશ માટે ફ્રેઝ તરીકે ટુ રિઝ અપ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો અર્થ કોઈને આકર્ષિત કરવા, બહેકાવવા અને કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવા તરીકે કરાયો છે.


