- IPL 2024ના ઓક્શનને લઈ તૈયારી શરૂ થઈ
- ઓક્શન પહેલાં તમામ ટીમો વચ્ચે ડ્રેટિંગ થયું
- દરેક ટીમ માટે છે મર્યાદિત રકમ
IPL 2024 પહેલાં તમામ 10 ટીમોએ પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરી છે. 2024ની ટૂર્નામેન્ટ પહેલા ઘણી ટીમોએ ટીમમાં મોટા ફેરફારો કર્યા છે અને સ્ટાર ખેલાડીઓને બહાર કર્યા છે. જો કે, હવે તેમની પર્સની કિંમતમાં વધારો કર્યા પછી ટીમો હરાજીમાં નવા ખેલાડીઓની શોધ કરવા માંગશે. તો ચાલો જાણીએ કે હરાજી માટે કઈ ટીમ માટે પર્સની કિંમત કેટલી બાકી છે.
ગુજરાત ટાઇટન્સ પાસે સૌથી વધુ પર્સ વેલ્યૂ
હાર્દિક પંડ્યાને રોકડ સોદામાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે ટ્રેડ કરનારી ગુજરાત ટાઇટન્સ પાસે સૌથી વધુ પર્સ વેલ્યૂ છે. સાથે સૌથી ઓછી પર્સ વેલ્યૂ લખનઉ સુપર જાયંટ્સ પાસે છે. સૌથી વધુ પર્સ વેલ્યૂમાં બીજા નંબર પર સનરાઈઝર્સ હૈદરાબાદ છે. જે બાદ તમામ સ્ટાર્ટ પ્લેયર્સને રિલીઝ કરનારી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પર્સ વેલ્યૂમાં ત્રીજા નંબર પર છે. જે બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી વધુ પર્સ મૂલ્યની યાદીમાં ચોથા સ્થાને છે, દિલ્હી કેપિટલ્સ પાંચમા, પંજાબ કિંગ્સ છઠ્ઠા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાતમા, મુંબઈ ઈન્ડિયન્સ આઠમા, રાજસ્થાન રોયલ્સ નવમા અને લખનઉ સુપર જાયન્ટ્સ દસમાં સ્થાને છે. .
ઓક્શન માટે 10 ટીમોની પર્સ કિંમત
| ટીમ | કેટલા રૂપિયા બચ્યા? |
| ગુજરાત ટાઇટન્સ | 38.15 કરોડ |
| સનરાઇઝર્સ હૈદરાબાદ | 34 કરોડ |
| કોલકાતા નાઈટ રાઈડર્સ | 32.7 કરોડ |
| ચેન્નઈ સુપર કિંગ્સ | 31.4 કરોડ |
| દિલ્હી કેપિટલ્સ | 28.95 કરોડ |
| પંજાબ કિંગ્સ | 29.1 કરોડ |
| રોયલ ચેલેન્જર બેંગ્લોર | 23.25 કરોડ |
| મુંબઈ ઈન્ડિયન્સ | 17.75 કરોડ |
| રાજસ્થાન રોયલ્સ | 14.5 કરોડ |
| લખનઉ સુપર જાયન્ટ્સ | 13.15 કરોડ |
IPL 2024 માટે દુબઈમાં હરાજી થશે
IPL 2024 માટે ઓક્શન 19 ડિસેમ્બરે દુબઈમાં થશે. જ્યાં ટીમો અન્ય ટીમોના નવા અને રિલીઝ થયેલા ખેલાડીઓ પર બોલી લગાવશે. અગાઉ ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન 2023 IPL માટે સૌથી મોંઘો ખેલાડી હતો. જેને પંજાબ કિંગ્સે 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, આ વખતે કયા ખેલાડીને સૌથી મોંઘી બોલી લાગશે. ઉલ્લેખનીય છે કે, ચેન્નાઈ સુપર કિંગ્સે 2023માં ટાઈટલ જીત્યું હતું. હવે જોવાનું દિલચસ્પ બનશે કે, આ વખતે કઈ ટીમ ચેમ્પિયન બનશે


