- હમઝા સલીમ ડારએ T10 મેચમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
- યુરોપિયન ક્રિકેટની T10 મેચમાં હમાઝની 24 બોલમાં સદી
- હમઝા સલીમે 43 બોલમાં 193* રનની શાનદાર ઇનિંગ રમી
ક્રિકેટની રમતમાં દરરોજ કોઈને કોઈ નવા રેકોર્ડ બને છે, પરંતુ અમે તમને જે રેકોર્ડ વિશે જણાવીશું તે માત્ર એક રેકોર્ડ નથી, પરંતુ એક મહાન વર્લ્ડ રેકોર્ડ છે. ચોક્કસ તમે આવો વર્લ્ડ રેકોર્ડ પહેલા ક્યારેય નહીં સાંભળ્યો હશે. આ પરાક્રમ હમઝા સલીમ ડાર નામના બેટ્સમેને કર્યું હતું, જેણે યુરોપિયન ક્રિકેટની T10 મેચમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાને ચોંકાવી દીધા હતા.
હમઝા સલીમે 193 રનની ઇનિંગ રમી
કેટાલુન્યા જગુઆરના હમઝા સલીમે સોહલ હોસ્પિટલેટ સામે રમાયેલી મેચમાં ક્રિકેટની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. હમઝાએ 43 બોલમાં 193* રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં તેણે 14 ચોગ્ગા અને 22 છગ્ગા ફટકાર્યા હતા. T10 ક્રિકેટના ઈતિહાસમાં આ સર્વોચ્ચ વ્યક્તિગત હાઈ સ્કોર હતો. આ ઈનિંગ દરમિયાન હમઝાએ માત્ર 24 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ અણનમ ઈનિંગમાં હમઝાનો સ્ટ્રાઈક રેટ 448.83 હતો. આ ઇનિંગમાં હમઝાએ એક ઓવરમાં 6 સિક્સર ફટકારવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.
એક આવરમાં 43 રન ફટકાર્યા
આ ઓવરમાં કુલ 43 રન બનાવ્યા હતા જેમાં 6 સિક્સર ફટકારવામાં આવી હતી. ઇનિંગની નવમી ઓવરમાં, મોહમ્મદ વારિસે નાખી હતી જેમાં હમઝા સલીમે 6 સિક્સર ફટકારી હતી, જેમાં તેણે 6 નહીં પરંતુ કુલ 9 બોલ નાખ્યા હતા, જેમાં 2 વાઇડ અને 1 નો બોલનો સમાવેશ થાય છે. આ રીતે હમઝાએ વર્લ્ડ રેકોર્ડ ઇનિંગ્સ પૂરી કરી હતી.
10 ઓવરમાં 257 રન બનાવ્યા
મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી કેટાલુન્યા જગુઆરે 10 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 257 રન બનાવ્યા હતા. હમઝા ઉપરાંત સાથી ઓપનર યાસિર અલીએ 19 બોલમાં 58* રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા સોહલ હોસ્પિટલ 10 ઓવરમાં 8 વિકેટે 104 રન જ બનાવી શકી હતી. બેટિંગમાં કમાલ કરનાર હમઝા બોલિંગમાં પણ ચમક્યો. બોલિંગ દરમિયાન તેણે 3 વિકેટ પોતાના નામે કરી હતી.


