વિદ્યાર્થીઓ માટે AI & Machine Learningના વર્કશોપનો પ્રારંભ
3૦ કલાક સુધી નિષ્ણાંતો દ્વારા અપાશે માર્ગદર્શન
અગ્ર ગુજરાત, રાજકોટ
આજના ટેક્નોલોજીના યુગમાં વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તથા મશીન લર્નિંગ (ML) અંગે પ્રાયોગિક જ્ઞાન આપવા માટે I Techno Peak દ્વારા ધોરણ 5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે 30 કલાકનું વિશેષ AI & ML વર્કશોપ શરૂ કરવામાં આવ્યું છે.
આ વર્કશોપની વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે I Techno Peak ની નિષ્ણાત ટ્રેનર ટીમ સીધી શાળા અથવા કોલેજના કેમ્પસમાં આવીને તાલીમ આપશે. વિદ્યાર્થીઓને અન્ય સ્થળે જવાની જરૂર રહેશે નહીં. સંસ્થાના સમયપત્રક અને અનુકૂળતા મુજબ વર્કશોપનું આયોજન કરવામાં આવશે.
વર્કશોપમાં વિદ્યાર્થીઓને AI ની મૂળભૂત સમજથી લઈને AI Ethics, Cyber Safety અને ભવિષ્યમાં AI આધારિત કારકિર્દીની તકો વિશે સરળ ભાષામાં પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે.
આ 30 કલાકનો કોર્સ સંપૂર્ણપણે Hands-on Practical Training આધારિત છે, જેમાં લાઇવ ડેમો, પ્રોજેક્ટ આધારિત અભ્યાસ, ટીમ એક્ટિવિટી અને પ્રેઝન્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. I Techno Peak ના સંચાલક પ્રકાશ નિરંજની એ જણાવ્યું હતું કે,
“અમારો મુખ્ય હેતુ AI જેવી આધુનિક ટેક્નોલોજી દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવાનો છે. તેથી અમે શાળા અને કોલેજોમાં જ જઈને વિદ્યાર્થીઓને તાલીમ આપીશું, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ નવી ટેક્નોલોજીનો લાભ લઈ શકે અને ભવિષ્ય માટે તૈયાર બની શકે.”
રાજકોટ તેમજ સમગ્ર ગુજરાતની શાળાઓ અને કોલેજો પોતાના કેમ્પસમાં આ વર્કશોપનું આયોજન કરાવવા માટે I Techno Peak નો સંપર્ક કરી શકે છે. વધુ માહિતી માટે મો. 70435 57008 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.


