- આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 મેચ
- ડરબનના કિંગ્સમીડ સ્ટેડિયમ ખાતે રમાશે મેચ
- રુતુરાજ ગાયકવાડને પ્રથમ મેચમાં તક મળવી મુશ્કેલ
ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાના મિશન પર છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજથી ત્રણ મેચની T20 સિરીઝ રમાશે. પ્રથમ મેચ આજે ડરબનના કિંગ્સમીડ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. બીજી T20 12 ડિસેમ્બરે અને ત્રીજી T20 14 ડિસેમ્બરે રમાશે. જાણો પ્રથમ T20માં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.
ઋતુરાજ ગાયકવાડને તક નહીં મળે
ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટી20 સિરીઝમાં સદી સાથે સૌથી વધુ રન બનાવનાર રુતુરાજ ગાયકવાડ માટે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટી20માં તક મળવી મુશ્કેલ છે. વાસ્તવમાં, શુભમન ગિલ આ સિરીઝમાં ટીમનો એક ભાગ છે. આવી સ્થિતિમાં તે ઇનિંગ્સની શરૂઆત કરશે. આ સાથે જ તેની સાથે તોફાની બેટિંગ કરનાર યશસ્વી જયસ્વાલને પણ તક મળવાની આશા છે. વાસ્તવમાં, આ નિર્ણય લેફ્ટ અને રાઇટ કોમ્બિનેશન માટે થઇ શકે છે
જીતેશ શર્મા હશે વિકેટકીપર, મિડલ ઓર્ડર આવો હશે
શ્રેયસ અય્યર ત્રીજા નંબરે અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથા નંબરે રમશે. આ પછી રિંકુ સિંહ અને જીતેશ શર્મા રમી શકે છે. જીતેશ વિકેટકીપર બેટ્સમેન તરીકે રમશે. સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ આ સિરીઝમા ટીમનો ભાગ નથી. આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજા તેની જગ્યાએ સાતમા નંબર પર રમતા જોવા મળશે. જાડેજાની સાથે વિશ્વનો નંબર વન બોલર રવિ બિશ્નોઈ રમતો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં કુલદીપ યાદવ માટે રમવું ઘણું મુશ્કેલ છે.
આ ત્રણ ઝડપી બોલરોને મળી શકે તક
મોહમ્મદ સિરાજ ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર હશે. તે ત્રણેય ફોર્મેટમાં ટીમનો ભાગ છે. તેની સાથે લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પણ હશે. અર્શદીપ અને સિરાજ નવા બોલથી બોલિંગ કરી શકે છે. આ સિવાય મુકેશ કુમાર ડેથ ઓવર્સમાં જોવા મળશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ ત્રણ ઝડપી બોલરોને પ્રથમ T20માં અંતિમ ઈલેવનમાં સામેલ કરી શકે છે.
પ્રથમ T20માં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, મુકેશ કુમાર/દીપક ચહર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.


