- અંડર 19 એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામે હાર
- પાકિસ્તાન સામે ભારતની 8 વિકેટે કારમી હાર
- આદર્શ સિંહ 80 બોલમાં 62 રન બનાવ્યા
અંડર 19 એશિયા કપ લીગ મેચ 10 ડિસેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાન સામે ભારતનો 8 વિકેટે પરાજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 259 રન બનાવ્યા અને પાકિસ્તાનને જીતવા માટે 260 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાને સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. આ હારમાં ખરાબ નસીબ પણ ભારતીય ટીમની સાથે હતું. આદર્શ સિંહ જે રીતે 32મી ઓવરના બીજા બોલ પર આઉટ થયો હતો તે રીતે કોઈ ખેલાડી આઉટ થવા માંગશે નહીં.
આદર્શ સિંહ દુર્ભાગ્યનો શિકાર બન્યો
ભારતીય ટીમ પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. ફિફ્ટી ફટકારીને ક્રિઝ પર બેટિંગ કરી રહેલા આદર્શ સિંહ ખરાબ નસબનો ભોગ બન્યો હતો. પાકિસ્તાન તરફથી 32મી ઓવર નાખવા આવેલા સ્પિનત અરફાત મિન્હાસના બીજા બોલ પર આદર્શે મિડ-વિકેટ તરફ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બોલ બેટ સાથે અથડાઇને વિકેટની પાછળ ગયો હતો અને વિકેટકીપર સાદ બેગના પેડમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ વિકેટકીપર તેના બંને પગની મદદથી બોલને દબાવ્યો હતો. ત્યારબાદ આઉટની અપીલ કરી તો અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો હતો. આદર્શ સિંહ 80 બોલમાં 62 રન બનાવીને આઉટ થયો હતો. MCCના નિયમો શું કહે છે. કેચ આઉટનો નિયમ શું છે, ખેલાડીને આઉટ આપવામાં આવ્યો સાચો કે ખોટો?
MCCનો કેચ આઉટ નિયમ શું કહે છે?
MCC નિયમો 33.2.2.1 ક્રિકેટમાં કેચ આઉટનો નિયમ જણાવે છે કે બેટ્સમેન કઈ સ્થિતિમાં આઉટ થઈ શકે છે. આ નિયમ અનુસાર, જો બોલ બેટ સાથે અથડાય તો જમીનને સ્પર્શ્યા વિના ફિલ્ડરના હાથમાં જાય છે, તો બેટ્સમેનને આઉટ જાહેર કરવામાં આવે છે. આ નિયમમાં નોંધનીય બાબત એ છે કે બોલ માત્ર હાથથી જ પકડાય તે જરૂરી નથી. જો બોલ પકડેલો હાથ જમીનને સ્પર્શતો હોય, અથવા બોલ શરીર સાથે અટવાઈ ગયો હોય, અથવા ખેલાડીના કપડા કે પેડમાં અટવાઈ ગયો હોય, તો પણ આ બધી સ્થિતિમાં બેટ્સમેનને આઉટ આપવામાં આવશે. આ કારણે અમ્પાયરે આદર્શ સિંહને આઉટ જાહેર કર્યો હતો.


