- બાઇડેનના પુત્ર હંટરે મસ્કને મૂરખ બુદ્ધિમાન કહ્યા
- ટેસ્લા ચીફે પણ તેમને વળતો જવાબ આપ્યો
- મસ્ક સામે ખોટી માહિતી ફેલાવવાનો આક્ષેપ
અમેરિકી પ્રમુખ જો બાઇડેનના પુત્ર હંટર બાઇડેન અને ટેસ્લા, સ્પેસએક્સ તથા એક્સના માલિક એલન મસ્ક વચ્ચે શાબ્દિક જંગ છેડાયો છે. હંટરે વિશ્વના ટોચના ધનિકોમાં સામેલ મસ્કને વિશ્વના સૌથી મૂરખ બુદ્ધિમાન વ્યક્તિ ગણાવતાં કહ્યું કે મસ્કને લોકશાહીની કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની પરવા નથી. તેમણે મસ્ક સામે ખોટી માહિતી ફેલાવવાનો આક્ષેપ પણ કર્યો. બીજી તરફ મસ્કે પણ હંટરને વળતો જવાબ આપ્યો હતો. હંટરે મસ્કને વંઠેલી વ્યક્તિ કહ્યા અને જણાવ્યું કે તેમને પોતાના સિવાય બીજા કોઇની નથી પડી. તેઓ સુધારાઓના પ્રણેતા છે એ બધી વાતો છે. શું તમે તેમને ક્યારેય એવું કંઇ કરતા જોયા કે જે લોકશાહીની રક્ષા માટે હોય? સામા પક્ષે મસ્કે હંટરને જવાબ આપતા કહ્યું કે તેઓ કઇ ખોટી માહિતીની વાત કરી રહ્યા છે? હંટરે ગુના કરતી વખતના પોતાના એટલા બધા વીડિયો બનાવ્યા છે કે તેમને સિનેમેટોગ્રાફીનો એવોર્ડ મળવો જોઇએ.


