- અફઘાનિસ્તાનની ધરતી ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી
- ભૂકંપના જોરદાર આંચકાથી લોકો ડર્યા
- ભૂકંપના કારણે હાલ કોઈ જાનહાનિની માહિતી નથી
ગયા મહિને આવેલા ભૂકંપમાંથી અફઘાનિસ્તાન હજુ પણ બહાર આવ્યું નથી. આ દરમિયાન ફરી એકવાર અફઘાનિસ્તાનની ધરતી ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના રિપોર્ટ અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 હતી. ગયા મહિને આવેલા ભૂકંપના અનેક આંચકાઓમાં 4000થી વધુ લોકોના મોત થયા હતા.
અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકાથી લોકો ડર્યા છે અને તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 માપવામાં આવી હતી.આ ભૂકંપ આજે સવારે 7.35 કલાકે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)એ આ માહિતી આપી હતી.તમને જણાવી દઈએ કે ભૂકંપના કારણે હાલ કોઈ જાનહાનિની માહિતી નથી.


