- CBSE બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે
- ડેટશીટ બોર્ડની વેબસાઇટ પરથી ચેક કરી શકાશે
- 1 જાન્યુઆરીથી શરૂ થશે પ્રેક્ટિકલ પરીક્ષાઓ
CBSE બોર્ડ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે અને 10 એપ્રિલ 2024ના રોજ પૂર્ણ થશે. CBSE ડેટશીટ 2024 બોર્ડની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર ટૂંક સમયમાં રીલીઝ કરવામાં આવશે.
ગત ટ્રેન્ડની વાત કરીએ તો CBSE 10-12નું ટાઈમટેબલ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં જાહેર કરવામાં આવે છે. એવામાં શક્ય છે કે 20 ડિસેમ્બર બાદ બોર્ડ પરીક્ષાની ડેટશીટ 2024ની જાહેરાત કરવામાં આવે. જોકે, બોર્ડે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી.
CBSE બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાઓને હવે એક મહિના કરતાં પણ ઓછો સમય બચ્યો છે. CBSEબોર્ડ 1 જાન્યુઆરી 2024થી ધોરણ 10-12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓ આયોજિત કરશે જે લેખિત પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવશે.
CBSE ધોરણ 10 અને 12 બોર્ડ એક્ઝામ 2024 આશરે 55 દિવસના સમયગાળા માટે આયોજિત કરવામાં આવશે. CBSEના પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે, “પરીક્ષાઓનું આયોજન કરતી તમામ સંસ્થાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ બોર્ડની પરીક્ષાઓના ઉપરોક્ત શેડ્યૂલને ધ્યાનમાં રાખીને તેમની પરીક્ષાઓની તારીખો નક્કી કરે.”
ભલે CBSE એ ડેટશીટ રિલીઝ કરવાની તારીખ અંગે કોઈ માહિતી આપવામાં નથી આવી, પરંતુ તાજેતરમાં તેમને પરિણામની તારીખ અંગે મોટી જાહેરાત કરી છે. બોર્ડે કહ્યું કે ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે એકંદર વિભાગ અથવા કુલ ગુણ આપવામાં આવશે નહીં.


