- વિઝા એપોઇન્ટમેન્ટ માટે રાહ જોવાનો સમયગાળો બેથી પાંચ દિવસની વચ્ચેનો રહેશે
- હવેના વિઝા એક વર્ષ અગાઉ આપવામાં આવતાં વિઝા કરતા ઘણા સારા
- ભારત અને જર્મની વચ્ચેના સંબંધો પર પ્રકાશ ફેંકતા જર્મન રાજદૂતે જણાવ્યું
જર્મની દ્વારા ભારતીય નાગરિકોને પૂરા પાડવામાં આવતી વિઝા સેવાઓ પર પ્રકાશ પાડતાં ભારત ખાતેના જર્મન રાજદૂત ફિલિપ એકરમેને જણાવ્યું હતું કે તેમને ખૂબ ગર્વ છે કે હવે વર્તમાન સેવાઓ સાથે જર્મની વિઝા ભારતીય જનતા સુધી વિસ્તરી રહી છે. વિઝા ખૂબ જ ટૂંક સમયમાં ઈશ્યૂ થઇ શકે છે. તેમણે એમ પણ નોંધ્યું હતું કે હવે ઓછા સમયમાં જે વિઝા આપવામાં આવે છે તે એક વર્ષ અગાઉ આપવામાં આવતાં વિઝા કરતા ઘણા સારા છે. એકરમેને જણાવ્યું હતું કે અમે છેલ્લા બે સપ્તાહ અને મહિનાઓમાં વિઝા સેવામાં સુધારો કર્યો છે. જેને કારણે એપોઇન્ટમેન્ટ માટેનો રાહ જોવાનો સમયગાળો વાસ્તવમાં બે દિવસથી પાંચ દિવસની વચ્ચેનો છે અને તે ભારત અનુસારનો છે. તેથી મૂળભૂત રીતે અમને ગર્વ છે કે હવે વર્તમાન સેવા સાથે અમે ભારતીય જનતા સુધી વિસ્તરણ કરી રહ્યા છીએ. વિઝાના મોરચે વસ્તુઓ પહેલાની સરખામણીએ ઘણી સારી છે. ભારત અને જર્મની વચ્ચેના સંબંધો પર પ્રકાશ ફેંકતા જર્મન રાજદૂતે જણાવ્યું હતું કે કેવી રીતે જર્મન ચાન્સેલર ઓલાફ શ્લોઝે આ વર્ષે બે વાર ભારતની મુલાકાત લીધી છે.


