- સંસદની સુરક્ષામાં ચૂકનો માસ્ટરમાઇન્ડ લલિત ઝા
- પોલીસ સામે ગુરુવારે રાતે થયો સરેન્ડર
- લલિત ઝા કોલકાતામાં શિક્ષક તરીકે કરતો હતો કામ
સંસદની સુરક્ષામાં ચૂક મામલે માસ્ટમાઇન્ડ લલિત ઝા ગુરુવારે રાતે સરેન્ડ થઇ ગયો. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ લલિતને મુખ્ય કાવતરાખોર ગણાવી રહી છે. લલિતની શોધમાં પોલીસે ઘણી જગ્યાઓ પર રેડ પાડી રહી હતી. આ પહેલા પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા પરંતુ તેઓ પાસેથી કોઇ પુરાવા મળ્યા ન હતા. ત્યારે જાણીએ કે લલિત ઝા કોણ છે.
બિહારનો રહેવાસી
લલિત બિહારનો રહેવાસી છે અને કોલકાતામાં શિક્ષક તરીકે કામ કરતો હતો. તમામ આરોપીઓ પર આતંકવાદ વિરોધી કાયદા UAPA અને ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે લલિત સ્વતંત્રતા સેનાની શહીદ ભગત સિંહથી પ્રેરિત છે.. તેણે કથિત રીતે સંસદની બહારના વિરોધનો વીડિયો શૂટ કર્યો અને તે એક એનજીઓને સોંપી દીધો હતો.
NGOનો જનરલ સેક્રેટરી
કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એનજીઓ નીલક્ષ આઈચ દ્વારા ચલાવવામાં આવે છે. લલિત આ એનજીઓના જનરલ સેક્રેટરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે તેણે આ વીડિયો મોકલ્યો હતો.
કેવો છે લલિત ?
કોલકાતામાં લલિતને ઓળખનારા લોકોનું કહેવુ છે કે લલિત શાંત સ્વભાવનો વ્યક્તિ હતો અને તે ત્યાના બાળકોને ભણાવતો હતો. તેના પડોશમાં ચાની દુકાન વાળાએ જણાવ્યું કે તે કોલકાતાના બડાબજારમાં એકલો આવ્યો હતો. તે કોઇ સાથે હળતો મળતો ન હતો. બે વર્ષ પહેલા જ અચાનક તેણ શહેર છોડી દીધુ હતું. જ્યારે અમે તેને ટીવી પર જોયો ત્યારે થયુ કે અરે અમે તો આને ઓળખીએ છીએ.
શું છે મામલો?
13 ડિસેમ્બરે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. જેમાં સાગર અને મનોરંજનએ લોકસભાની અંદર હંગામો મચાવ્યો હતો અને વિવિધ રંગોન ધુમાડો કર્યો હતો. તે સમયે લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી. સાંસદોએ બંનેને પકડીને સુરક્ષાકર્મીઓને હવાલે કર્યા હતા. જ્યારે અન્ય બે, નીલમ દેવી અને અમોલ શિંદે, પાસ મેળવી શક્યા ન હતા તેથી તેઓએ સંસદ ભવન બહાર વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા. તેઓએ પણ બહાર રહીને કલરફુલ સ્પ્રે ઉડાડ્યો હતો.


