- ભારતે સાઉથ આફ્રિકાને 106 રને હરાવ્યું
- કુલદિપ યાદવે 5 વિકેટ, સૂર્યાની સદી
- શુભમન ગિલે એલબીડબ્લ્યુનો રિવ્યૂ ન લીધો
સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચની શરૂઆતમાં ભારતીય ટીમ કેટલા દબાણમાં હતી તેનો અંદાજ કોચ રાહુલ દ્રવિડના અભિવ્યક્તિઓ પરથી લગાવી શકાય છે. આ ‘કરો યા મરો’ મેચમાં, જ્યારે શુભમન ગિલ એલબીડબ્લ્યુનો રિવ્યૂ ન લીધો અને આઉટ જાહેર કરાયો ત્યારે રાહુલ દ્રવિડ ગુસ્સે થતો જોવા મળ્યો.
વાસ્તવમાં, સાઉથ આફ્રિકા તરફથી ત્રીજી ઓવર નાખવા કેશવ મહારાજ આવ્યો હતો. તેના બીજા બોલ પર શુભમન ગિલ સ્વીપ શોટ રમવા જતા બોલ ચૂકી ગયો અને પેડ સાથે અથડાયો હતો. અહીં જોરદાર અપીલ થઈ અને અમ્પાયરે આઉટ જાહેર કર્યો હતો. શુભમન ગિલે રિવ્યું માંગવા અંગે તેના સાથી ઓપનર યશસ્વી જયસ્વાલે સાથે ચર્ચા કરીને ગિલે રિવ્યુ ન લેવાનું નક્કી કર્યું અને પેવેલિયન પરત ફર્યો હતો.
બાદમાં જ્યારે આ વિકેટનો રિપ્લે બતાવવામાં આવ્યો ત્યારે સ્પષ્ટ દેખાતું હતું કે ગિલ નોટઆઉટ હતો. બોલ સ્ટમ્પની બહાર જતો હતો. મતલબ કે જો ગિલે રિવ્યુ લીધો હોત તો તે આઉટ ન થયો હોત. આ રિપ્લે જોયા બાદ ભારતીય કોચ રાહુલ દ્રવિડ ખૂબ જ નિરાશ દેખાયા હતા. તેની નિરાશા પણ કેમેરામાં કેદ થઈ હતી.
સૂર્યા અને યશસ્વીએ ઈનિંગ સંભાળી
ગિલના આઉટ થયા બાદ કેશવ મહારાજે બીજા જ બોલ પર તિલક વર્માને પેવેલિયન મોકલીને ભારતીય ટીમ પર દબાણ બનાવ્યું હતું. જોકે, સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલની જોરદાર ઇનિંગ્સના કારણે ભારતીય ટીમે 200નો સ્કોર પાર કર્યો હતો. જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સૌથી વધુ 5 વિકેટ કુલદિપ યાદવે લીધી હતી. ભારતીય ટીમે અહીં 106 રનથી મેચ જીતી હતી.


