- કેશ ફોર ક્વેરી મામલે સુનાવણી ટળી
- જાન્યુઆરી સુધી મહુઆ મોઇત્રાની અરજી પર સુનાવણી સ્થગિત
- વધુ સુનાવણી 3 જાન્યુઆરીએ કરાશે
સુપ્રિમ કોર્ટે કેશ ફોર ક્વેરી મામલેમાં લોકસભામાં સસ્પેન્ડ કરાયેલા ટીએમસી નેતા મહુઆ મોઇત્રાની અરજી પણ સુનાવણી મોકૂફ રાખી છે. આ મામલે વધુ સુનાવણી 3 જાન્યુઆરી 2024 સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
CJI એ ખાતરી આપી
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે બુધવારે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (TMC)ના નેતા મહુઆ મોઇત્રાને ખાતરી આપી હતી કે તેઓ કેશ ફોર ક્વેરી કેસમાં લોકસભામાંથી તેમની હકાલપટ્ટી સામેની તેમની અરજીની સૂચિ પર ધ્યાન આપશે. હાલમાં, તેને જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે.
સુપ્રિમના ખખડાવ્યા હતા દ્વાર
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રા લોકસભા સભ્યપદ છીનવી લેવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કેશ ફોર ક્વેરી કેસમાં પ્રશ્નોથી ઘેરાયા બાદ અને એથિક્સ કમિટીએ લોકસભામાં પોતાનો અહેવાલ રજૂ કર્યા બાદ લોકસભા અધ્યક્ષે તેમને નિષ્કાસિત કર્યા હતા. હવે આના વિરોધમાં મહુઆ મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે મહુઆ પર પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપો લગાવવામાં આવ્યા છે. આરોપોની તપાસ કરી રહેલી સંસદની એથિક્સ કમિટીએ લોકસભામાં મહુઆનું સંસદ સભ્યપદ ખતમ કરવાની ભલામણ કરી હતી. બાદમાં, રિપોર્ટના આધારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મહુઆને લોકસભા માંથી સસ્પેન્ડ કરી દીધા હતા.


