- ભારતે સાઉથ આફ્રિકાને 78 રને હરાવ્યું
- કેઅલ રાહુલે કેપ્ટનશિપમાં કમાલ કરી
- આ મેચમાં કેએલે રાહુલે એક શ્રેષ્ઠ રિવ્યુ લીધો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની 3 ODI સિરીઝની છેલ્લી મેચમાં, ભારતીય કેપ્ટન કેએલ રાહુલે કમાલ કરી હતી. આ મેચમાં બેટિંગ કરતી વખતે ભલે કેએલ રાહુલ ફ્લોપ રહ્યો, પરંતુ તેણે પોતાની કેપ્ટનશિપથી કમાલ કરી બતાવી છે. કેએલ રાહુલે આ મેચમાં એવો રિવ્યુ લીધો હતો, જેણે તમામ ખેલાડીઓની સાથે અમ્પાયરને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. અમ્પાયરે સાઉથ આફ્રિકાના ખેલાડી વિયાન મુલ્ડરને આઉટ આપ્યો ન હતો, ક્યાંયથી એવું દેખાતું નહોતું કે બોલ બેટની કિનારી સાથે અથડાયો હોય, પરંતુ વિકેટની પાછળથી કેએલ રાહુલે રિવ્યુની માંગ કરી હતી.
અમ્પાયરે નોટઆઉટ આપ્યો હતો
આ ઘટના 34મી ઓવરમાં બની હતી, જ્યારે બોલ વોશિંગ્ટન સુંદરના હાથમાં હતો. સુંદર સતત સારી બોલિંગ કરી રહ્યો હતો, સુંદર આ ઓવરમાં પણ સારી બોલિંગ કરી રહ્યો હતો. જ્યારે સુંદરે ઓવરનો બીજો બોલ ફેંક્યો ત્યારે વિયાન મુલ્ડર સ્ટ્રાઈક પર હતો. વિયાન શોટ રમવા ગયો, પરંતુ તે ચૂકી ગયો અને બોલ કેએલ રાહુલના હાથમાં ગયો હતો. કેએલ રાહુલે સ્ટમ્પિંગ કરતી વખતે તરત જ અપીલ કરી, રાહુલ સિવાય અન્ય કોઈ ખેલાડી વધુ ઉત્સાહિત દેખાતો ન હતો. જ્યારે અમ્પાયરે પણ આઉટ આપવાનો ઇનકાર કર્યો તો રાહુલે રિવ્યુ માંગ્યો. બધાને લાગ્યું કે રાહુલે ખોટો રિવ્યુ લીધો છે, કારણ કે બોલ બેટ સાથે અથડાવાનો અવાજ પણ નહોતો. તેમ છતાં રાહુલે રિવ્યુંની માંગણી કરી હતી.
રાહુલે એક શ્રેષ્ઠ રિવ્યુ લીધો
જ્યારે થર્ડ અમ્પાયરે રિવ્યુ ચેક કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે પહેલા સ્ટમ્પ આઉટ માટે જોયું, પરંતુ બેટ્સમેનનો પગ ક્રિઝની અંદર હતો. આ ક્ષણે દર્શકોને ફરી એકવાર લાગ્યું કે રિવ્યુ વ્યર્થ ગયો છે, પરંતુ રાહુલે ખરેખર રિવ્યુ કેચ આઉટ માટે લીધો હતો. આ પછી, જ્યારે અમ્પાયરે અલ્ટ્રા એજથી તપાસ કરી તો તેણે જોયું કે બોલ બેટની કિનારી સાથે અથડાયો હતો. બોલ બેટની કિનારીને સહેજ સ્પર્શી ગયો અને રાહુલની નજીક ગયો, તેમ છતાં રાહુલે અવાજ સાંભળ્યો. અમ્પાયરે પોતાનો નિર્ણય બદલીને બેટ્સમેનને આઉટ આપ્યો ત્યારે પણ રાહુલે અવાજ કેવી રીતે સાંભળ્યો તે કોઈ માની શક્યું નહીં. આ રિવ્યું શ્રેષ્ઠ રિવ્યુંઓમાંની એક છે. કોમેન્ટેટર પણ રાહુલના આ રિવ્યુના વખાણ કરતા થાકતા ન હતા.


