By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખાનગી હોસ્પિટલની સારવાર સરકારી કરતાં 8 ગણી મોંઘી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ખાનગી હોસ્પિટલની સારવાર સરકારી કરતાં 8 ગણી મોંઘી

Editor
Last updated: 2026/08/13 at 4:37 PM
31 minutes ago
Share
ખાનગી હોસ્પિટલની સારવાર સરકારી કરતાં 8 ગણી મોંઘી
SHARE

બિલિંગની પારદર્શકતા સામે ગંભીર સવાલો

ખાનગી હોસ્પિટલની સારવાર સરકારી કરતાં 8 ગણી મોંઘી

દેશના 306 જિલ્લામાં 23 હજારથી વધુ લોકોનો સર્વે : 10માંથી 6 પરિવારોએ બિલિંગ અંગે ફરિયાદ કરી, પ્રસૂતિનો ખર્ચ પણ ખાનગીમાં અનેકગણો

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

દેશમાં આરોગ્યસેવા સામાન્ય નાગરિક માટે કેટલી પોસાય તેવી છે અને ખાનગી હોસ્પિટલોમાં સારવારના નામે કેટલો આર્થિક બોજ પડી રહ્યો છે તે અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય સારવારનો ખર્ચ સરકારી હોસ્પિટલની સરખામણીમાં લગભગ 7.5થી 8 ગણો વધુ હોવાનો ખુલાસો થયો છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં બિલિંગની પારદર્શકતા અને વધારાના ચાર્જને લઈને પણ મોટી સંખ્યામાં દર્દીઓએ અસંતોષ વ્યક્ત કર્યો છે.
લોકલસર્કલ્સ દ્વારા દેશના 306 જિલ્લાઓમાં 23,084થી વધુ નાગરિકોના અભિપ્રાયો મેળવવામાં આવ્યા હતા. આ સર્વેમાં ટિયર-1 ઉપરાંત ટિયર-2 અને નાના શહેરો તથા જિલ્લાઓના લોકોનો પણ સમાવેશ થયો હતો. એટલે ખાનગી આરોગ્યસેવાની ઊંચી કિંમતની સમસ્યા માત્ર મોટા શહેરો સુધી સીમિત નથી તે સ્પષ્ટ થાય છે.
આ દરમિયાન આરોગ્ય સંબંધિત સંસદીય સ્થાયી સમિતિના 176મા અહેવાલમાં નેશનલ સેમ્પલ સર્વેના 80મા રાઉન્ડના આંકડાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરાવવાનો સરેરાશ ખર્ચ આશરે રૂ.6,631 રહે છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં આ જ ખર્ચ વધીને રૂ.50,508 સુધી પહોંચે છે. એટલે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિમાં ખાનગી ક્ષેત્રનો ખર્ચ સામાન્ય પરિવારની કમર તોડી શકે તેવો છે.
પ્રસૂતિની સારવારમાં પણ તફાવત વધુ ચોંકાવનારો છે. સરકારી હોસ્પિટલમાં ડિલિવરી માટે ખિસ્સામાંથી થતો સરેરાશ ખર્ચ રૂ.2,299 હતો, જ્યારે ખાનગી હોસ્પિટલમાં તે વધીને રૂ.37,630 થયો હતો. એટલે પ્રસૂતિના કિસ્સામાં પણ ખાનગી સારવારનો ખર્ચ સરકારી સુવિધા કરતાં અનેક ગણો વધુ છે.
સર્વેમાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધેલા લોકોની ફરિયાદો પણ ગંભીર છે. 68 ટકા લોકોએ સારવારના ઊંચા દરનો અનુભવ કર્યો હતો. 63 ટકાએ લેબોરેટરી ટેસ્ટના ભાવ વધારે હોવાનું જણાવ્યું હતું, જ્યારે 56 ટકા લોકોએ રૂમ અને ICU ચાર્જ સામે વાંધો વ્યક્ત કર્યો હતો. દવાઓ અને અન્ય મેડિકલ સામગ્રીના ભાવ અંગે 51 ટકા લોકોએ ફરિયાદ કરી હતી. ડોક્ટરની કન્સલ્ટેશન ફી અને બિનજરૂરી મુલાકાતો પણ દર્દીઓ માટે વધારાનો બોજ બનતી હોવાનું સામે આવ્યું છે. લગભગ 40 ટકા લોકોએ ઓવરબિલિંગ અને એટલા જ પ્રમાણમાં લોકોએ છુપાયેલા ચાર્જની ફરિયાદ કરી હતી.
સમિતિએ સારવારના દરોમાં પારદર્શકતા લાવવા, રૂમ ચાર્જ અને જરૂરી સારવારના ખર્ચ અંગે મર્યાદા નક્કી કરવા, હોસ્પિટલમાં દાખલ કરતા પહેલાં અંદાજિત ખર્ચ જણાવવા તથા ફરિયાદોના ઝડપી નિવારણ માટે વ્યવસ્થા ઊભી કરવા જેવા સૂચનો કર્યા છે. દવાઓ અને મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પરના અતિશય નફા પર નિયંત્રણ તથા ખાનગી હોસ્પિટલોના પ્રમાણભૂત દરો દર્શાવતું કેન્દ્રીય ડિજિટલ પોર્ટલ બનાવવાની ભલામણ પણ કરવામાં આવી છે.
જોકે, ખાનગી હોસ્પિટલોના સંગઠન તરફથી રૂમ ચાર્જ પર સીધી મર્યાદાનો વિરોધ કરવામાં આવ્યો છે. હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ અને ઉપલબ્ધ સુવિધાઓ પ્રમાણે ખર્ચ અલગ હોઈ શકે છે તેવી દલીલ કરવામાં આવી છે. સાથે જ હોસ્પિટલોએ વિવિધ રૂમ કેટેગરી અને તેના ચાર્જ અગાઉથી સ્પષ્ટપણે જાહેર કરવા જોઈએ તે વાતનું સમર્થન પણ કરવામાં આવ્યું છે.
સરકારી અને ખાનગી હોસ્પિટલોના ખર્ચ વચ્ચેનો મોટો તફાવત તથા બિલિંગ અંગેની વ્યાપક ફરિયાદો હવે આરોગ્ય ક્ષેત્રમાં વધુ પારદર્શક અને દર્દીકેન્દ્રિત વ્યવસ્થાની જરૂરિયાત તરફ ઈશારો કરી રહ્યા છે.

સરકારી-ખાનગી સારવારનો મોટો ખર્ચ તફાવત

સરકારી હોસ્પિટલમાં દાખલ થવાનો સરેરાશ ખર્ચ આશરે રૂ.6,631 છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં તે રૂ.50,508 સુધી પહોંચે છે. એટલે એક જ પ્રકારની હોસ્પિટલાઈઝેશનની સ્થિતિમાં ખાનગી સારવારનો ખર્ચ સરકારી સુવિધા કરતાં લગભગ 8 ગણો થઈ શકે છે. સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર માટે અચાનક સર્જાતી બીમારી વખતે આ તફાવત મોટો આર્થિક આઘાત બની શકે છે.

પ્રસૂતિમાં પણ ખાનગી હોસ્પિટલનો ભારે ખર્ચ

ડિલિવરી માટે સરકારી હોસ્પિટલમાં દર્દીના ખિસ્સામાંથી સરેરાશ રૂ.2,299 ખર્ચાય છે. તેની સામે ખાનગી હોસ્પિટલમાં આ જ ખર્ચ રૂ.37,630 સુધી પહોંચે છે. એટલે પ્રસૂતિની સારવારમાં ખાનગી અને સરકારી ક્ષેત્ર વચ્ચે ખર્ચનો તફાવત અનેકગણો છે. ખાસ કરીને મધ્યમ અને નીચી આવક ધરાવતા પરિવારો માટે આ સ્થિતિ આર્થિક પડકાર ઊભો કરી શકે છે.

બિલિંગની પાંચ મોટી ફરિયાદો

ખાનગી હોસ્પિટલના દર્દીઓમાં સૌથી મોટી ફરિયાદ સારવારના ઊંચા દર અંગે રહી. 68 ટકા લોકોએ આ અંગે અસંતોષ વ્યક્ત કર્યો. 63 ટકા લોકોએ લેબ ટેસ્ટના વધુ ચાર્જની ફરિયાદ કરી, જ્યારે 56 ટકા લોકોએ રૂમ અને ICUના ખર્ચને ઊંચો ગણાવ્યો. 51 ટકા દર્દીઓએ દવાઓ તથા મેડિકલ સામગ્રીના ભાવ અંગે વાંધો લીધો. આ ઉપરાંત 40 ટકા લોકોએ ઓવરબિલિંગ અને એટલા જ પ્રમાણમાં લોકોએ હિડન ચાર્જની ફરિયાદ કરી.

હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં દર્દીને શું ખબર હોવી જોઈએ?

આરોગ્ય વ્યવસ્થામાં પારદર્શકતા વધારવા માટે હોસ્પિટલમાં દાખલ કરતાં પહેલાં દર્દીને રૂમ, ડોક્ટર ફી, ટેસ્ટ, દવાઓ, ICU અને અન્ય સંભવિત ખર્ચની સ્પષ્ટ માહિતી મળવી જરૂરી છે. સારવાર દરમિયાન વધારાનો ખર્ચ ઊભો થાય તો તેની જાણકારી પણ પરિવારને સમયસર આપવી જોઈએ. આવી વ્યવસ્થા અચાનક વધતા બિલ અને સારવાર પૂરી થયા પછી સામે આવતા અણધાર્યા ચાર્જ અંગેની ફરિયાદો ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.

ડિજિટલ પોર્ટલથી સારવારના દરોમાં પારદર્શકતા

દેશભરની ખાનગી હોસ્પિટલોના રૂમ, ટેસ્ટ અને વિવિધ સામાન્ય સારવારના દરોની માહિતી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થાય તો દર્દીઓ માટે હોસ્પિટલ પસંદ કરવી સરળ બની શકે છે. સારવાર પહેલાં અલગ-અલગ હોસ્પિટલના દરોની સરખામણી પણ થઈ શકે. સંસદીય સમિતિએ આવા કેન્દ્રીય પોર્ટલની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ પ્રકારની વ્યવસ્થા દર્દીઓને ખર્ચ અંગે અગાઉથી નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.

You Might Also Like

UPI પેમેન્ટ હવે સંપૂર્ણ ફ્રી નહીં રહે?

વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી હાહાકાર, 8 ના મોત

10 ઓગસ્ટ સુધીમાં આવક 8.11 લાખ કરોડે પહોંચી

12 વર્ષમાં રૂ.10 લાખ કરોડની લોન માંડવાળ

હવે ઘરવપરાશની ચીજોમાં ભાવવધારાની આવશે બીજી લહેર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સોમનાથ-પ્રયાગરાજ વચ્ચે શ્રાવણમાં દોડશે ખાસ ટ્રેન
રાજકોટ

સોમનાથ-પ્રયાગરાજ વચ્ચે શ્રાવણમાં દોડશે ખાસ ટ્રેન

Editor By Editor 5 days ago
થેલેસેમિયા મેજરોની હાલત જોઇ દુ:ખી થયા ચાર્લી ચેપ્લિન
APK ફાઇલ દ્વારા ઓનલાઇન નાણા ખંખેરતી આંતરરાજય ગેંગ ઝડપાઇ, ૧૨૫ કરોડની ઠગાઇ
હિરાસર એરપોર્ટથી દિવાળી પહેલા ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવા ચેમ્બર ઓફ કોમર્સની કવાયત
વોર્ડ નં.૧૪માં ૭૫ વૃક્ષોના નિકંદનની હિલચાલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?