- PM મોદીએ તમિલનાડુને આપી વિકાસના કાર્યોની ભેટ
- 20 હજાર કરોડના વિકાસના કાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ
- પીએમ મોદીએ તમિલનાડુની સંસ્કૃતિની કરી પ્રશંસા
PM મોદી આજે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં 20 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. જેમાં આતંરરાષ્ટ્રીય એરપોર્ટનુ નવુ ટર્મિનલ બિલ્ડિંગનો પણ સમાવેશ કરાયો છે. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું કે મારા માટે સૌભાગ્યની વાત છે કે મારો પહેલો સાર્વજનિક કાર્યક્રમ તમિલનાડુમાં થઇ રહ્યો છે.
આવનારા 25 વર્ષ વિકસિત ભારત બનાવવાના છે – PM મોદી
આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આગામી 25 વર્ષ આઝાદીનો સુવર્ણ યુગ છે. જ્યારે હું વિકસિત ભારતની વાત કરું છું ત્યારે તેમાં આર્થિક અને સાંસ્કૃતિક બંને પાસાઓનો સમાવેશ થાય છે.
તમિલનાડુ મેક ઇન ઇન્ડિયાનું બ્રાન્ડ એમ્બેસેડર- પીએમ મોદી
કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત ટોચની પાંચ અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે, આજે ભારત વિશ્વમાં નવી આશા બનીને ઉભરી આવ્યું છે. મોટા રોકાણકારો દેશમાં રોકાણ કરી રહ્યા છે અને તેનો ફાયદો તમિલનાડુ અને દેશની જનતાને મળી રહ્યો છે. તમિલનાડુ મેક ઇન ઇન્ડિયાનું મોટું બ્રાન્ડ એમ્બેસેડર બની રહ્યું છે.


