- સાઉથ આફ્રિકાના ખેલાડી ડીન એલ્ગરની અંતિમ ટેસ્ટ
- ડીન એલ્ગરે અંતિમ ટેસ્ટમાં કેપ્ટનશિપ સોંપવામાં આવી
- ડીન એલ્ગરે ટેસ્ટ ક્રિકેટને પોતાનો વર્લ્ડ કપ ગણાવ્યો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ આજથી (3 જાન્યુઆરી) કેપટાઉનમાં રમાશે. આ મેચ ડીન એલ્ગરની કારકિર્દીની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ છે. આવી સ્થિતિમાં, તેની વિદાય મેચ પહેલા, તેણે તેની ક્રિકેટ કારકિર્દી વિશે ઘણી વાતો કરી છે. તેણે ટેસ્ટ ક્રિકેટને પોતાનો વર્લ્ડ કપ ગણાવ્યો છે.
‘આ મારા માટે વર્લ્ડકપ છે’
ડીન એલ્ગરે કહ્યું, ‘હું માત્ર જીતવા માટે રમું છું. મને આંકડાઓની પરવા નથી. હું માત્ર મેચ અને સિરીઝ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું. આ સૌથી મોટી યાદો છે જે તમે ટીમ સાથે શેર કરી શકો છો. ટેસ્ટ શ્રેણી જીતવી હંમેશા મહત્વની હોય છે. કદાચ વર્લ્ડ કપ જીતવો એ આના કરતા મોટી વાત હોઈ શકે પરંતુ મને ક્યારેય વર્લ્ડકપ રમવાનો મોકો મળ્યો ન હોવાથી મારા માટે આ વર્લ્ડ કપ છે. આ મારો અખાડો છે, જ્યાં હું જીતવા માંગુ છું.
ડીન એલ્ગરની અંતિમ ટેસ્ટ
ડીન એલ્ગરે સાઉથ આફ્રિકા માટે અત્યાર સુધીમાં 86 ટેસ્ટ મેચ રમી છે. અહીં તેણે 5000થી વધુ રન બનાવ્યા છે. તે સાઉથ આફ્રિકાના આઠ બેટ્સમેનોમાં સામેલ છે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં 5000 થી વધુ રન બનાવ્યા છે. તેણે 18 ટેસ્ટ મેચોમાં પ્રોટીઝ ટીમની કેપ્ટનશિપ પણ કરી છે. તે લગભગ દોઢ વર્ષ સુધી કેપ્ટન હતો. અંતિમ ટેસ્ટમાં તેને ફરી એકવાર સુકાનીપદ સોંપવામાં આવ્યું છે.
અંતિમ ટેસ્ટમાં કેપ્ટનશિપ સોંપવામાં આવી
ડીન એલ્ગર કહે છે, ‘છેલ્લી ટેસ્ટમાં કેપ્ટનશિપથી મોટું કોઈ સન્માન ન હોઈ શકે. મેં અગાઉ પણ સાઉથ આફ્રિકાની કેપ્ટનશીપ કરી છે. હું લગભગ દોઢ વર્ષ સુધી કેપ્ટન હતો. આ સમયગાળા દરમિયાન મેં અંગત રીતે ઘણું શીખ્યું. હું કેપ્ટન હોઉં કે ન હોઉં, જ્યારે પણ હું મેદાન પર હોઉં છું ત્યારે 100% આપું છું. હું યુવા ખેલાડીઓને સાચો રસ્તો બતાવવાનો પ્રયત્ન કરું છું.
ડીન એલ્ગર છેલ્લી મેચનો હીરો
ડીન એલ્ગરે ભારત સામેની છેલ્લી ટેસ્ટ મેચમાં 185 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગની મદદથી સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયા પર જોરદાર લીડ મેળવી અને મેચ એકતરફી જીતી લીધી. એલ્ગર છેલ્લી મેચમાં પણ ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહ્યો હતો. તેની અંતિમ ટેસ્ટમાં પણ તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા છે.


