- ભારત-દક્ષિણ આફ્રિકાની મેચમાં તુટ્યો 92 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ
- આ પહેલા ઓસ્ટ્રેલિયા – દક્ષિણ આફ્રિકા ના નામે હતો આ રેકોર્ડ
- આજે રમાઇ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની સૈથી ટુંકી મેચ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટના પહેલા દિવસે જે રીતે વિકેટોનો વરસાદ થયો હતો. કેપટાઉનમાં રમાયેલી આ મેચમાં એક દિવસમાં 23 વિકેટ પડી હતી. 146 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આવું માત્ર 4 વખત બન્યું છે જ્યારે એક દિવસમાં 23થી વધુ વિકેટ પડી હોય. પરંતુ શું તમે જાણો છો કે ભારત-દક્ષિણ આફ્રિકાની આ મેચ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. આ સૌથી ટૂંકી ટેસ્ટ મેચનો રેકોર્ડ છે જેમાં પરિણામ પણ આવી ગયું છે.
આજે રમાઇ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની સૈથી ટુંકી મેચ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાયેલી મેચ એ સૌથી ટૂંકી ટેસ્ટ મેચનો 92 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ મેચમાં 106 ઓવર એટલે કે માત્ર 642 બોલ નાખવામાં આવ્યા છે અને 36 વિકેટ પડી છે. પ્રથમ દાવમાં 55 રનમાં ઓલઆઉટ થયેલી દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગમાં પણ 176 રનમાં ઓલ આઉટ થઇ હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાએ ભારતને 78 રનનું લક્ષ્ય આપ્યું હતુ. ભીરતીય ટીમે આ લક્ષ્ય 3 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધું હતુ.
આ પહેલા 1932માં રમાઇ હતી સૌથી ટુંકી ટેસ્ટ મેચ
ક્રિકેટના ઈતિહાસની સૌથી ટૂંકી મેચ, જેમાં પરિણામ આવ્યું, તે 1932માં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. મેલબોર્નમાં રમાયેલી આ મેચ માત્ર 656 બોલમાં પૂરી થઈ હતી. યજમાન ઓસ્ટ્રેલિયાએ આ મેચ એક ઇનિંગ્સ અને 72 રનના મોટા અંતરથી જીતી હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 36 રન અને બીજી ઈનિંગમાં 45 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 153 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં તેને બેટિંગ કરવાની જરૂર નહોતી. આ મેચમાં 109.2 ઓવર નાખવામાં આવી હતી.
10 બોલમાં મેચ પુરી..!
ક્રિકેટની સૌથી ટૂંકી ટેસ્ટ મેચ (થ્રોન બોલના આધારે) વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડના નામે નોંધાયેલ હતો. 1907ની આ મેચમાં માત્ર 10 બોલ જ નાખી શકાયા હતા. આવી બીજી ઘણી મેચો છે, જે 100 બોલમાં પૂરી થઈ હતી. પરંતુ તેમની વિશેષતા એ છે કે આ મેચો હવામાનને કારણે રદ્દ કરાઇ હતી. ખરા અર્થમાં, આની વચ્ચે એક પણ મેચ એવી નથી કે જેના પરિણામ પણ આવ્યા હોય.
સૌથી ટૂંકી રમાયેલી ટેસ્ટ મેચ – (Top 5)
- ભારતે 2024માં કેપટાઉનમાં SAને માત્ર 642 બોલમાં હરાવ્યું
- ઓસ્ટ્રેલિયાએ 1932માં મેલબોર્નમાં માત્ર 656 બોલમાં SAને હરાવ્યું
- ઈંગ્લેન્ડે 1935માં બ્રિજટાઉનમાં માત્ર 672 બોલમાં WIને હરાવ્યું
- ઈંગ્લેન્ડે 1888માં માન્ચેસ્ટરમાં માત્ર 788 બોલમાં AUS ને હરાવ્યું


