- અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશ-દુનિયામાં ચર્ચા
- ન્યૂયોર્કના મેયર, ડેપ્યુટી કમિશનરે પણ મંદિરને લઈ આપ્યું નિવેદન
- સોશિયલ મીડિયા પર પણ રામમંદિર ટોપ ટ્રેન્ડિંગમાં
અમેરિકાના ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ અને આંતરારાષ્ટ્રીય મામલાના ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણે માતા કી ચોકી સમારોહમાં સામેલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે ન્યૂયોર્ક શહેરના ગીતા મંદિરમાં માતાજીનો કાર્યક્રમ રખાયો હતો. વીડિયોમાં ડેપ્યુટી કમિશનર પણ દેખાઈ રહ્યા છે. મંદિરના પંડિતે મેયર એરિક એડમ અને દિલીપ ચૌહાણનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. તેઓને રામ મંદિરના ઉદઘાટન અંગે ન્યૂયોર્કના હિંદુઓમાં જોવા મળતો ઉત્સાહને લઈ સવાલ કરાયો હતો. ત્યારે તેમને આ કાર્યક્રમને હિંદુ સમુદાય માટે ખૂબ મહત્ત્વનો ગણાવ્યો હતો.
ન્યૂયોર્ક શહેરના મેયરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અયોધ્યા રામ મંદિરનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે આ અહીં ઉજવણી અને આધ્યાત્મિકતાને ઉપર લઈ જવાની તક આપે છે. જ્યારે ડેપ્યુટી કમિશનર દિલીપ ચૌહાણે કહ્યું કે મેયર હિંદુ સમુદાયને ખૂબ પ્રેમ કરે છે. તેમને ન્યૂયોર્કમાં દિવાળી ઉત્સવને જોતા જાહેર શાળામાં રજા જાહેર કરી છે. દિલીપ ચૌહાણે ભારતના રામમંદિરને લઈ શુભકામના આપી છે.
આગામી 22 જાન્યુઆરીના રોજ ભારતમાં અયોધ્યામાં બની રહેલા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આયોજિત કરાશે. આની પહેલા લોકોમાં ભારે ખુશીનું મોજું જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ભગવાન રામ પર બનેલા ગીતો શેર કરાઈ રહ્યા છે અને વીડિયો પણ બનાવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ભગવાન રામ પર બનેવા ગીતોને શેર કરતા રહે છે.


