- બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે ફિલ્મ
- આ ફિલ્મના ડિરેક્ટરના દીકરાએ રણજીમાં મારી બેવડી સદી
- રણજી ટ્રોફીમાં ધમાકેદાર એન્ટ્રી કરી બનાવ્યો નવો રેકોર્ડ
બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ’12વી ફેલ’ ચર્ચામાં આવી છે. આ ફિલ્મ ચંબલના રહેવાસી IPS ઓફિસર મનોજ શર્માના જીવન પર આધારિત છે. આ સાથે ફિલ્મ ડિરેક્ટરના દીકરા અગ્નિ ચોપરાએ પણ ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી છે.
ફિલ્મ ’12વી ફેલ’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ
ફિલ્મ ’12વી ફેલ’ બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરી રહી છે. બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ’12વી ફેલ’ ઘણી પ્રશંસાઓ મેળવી રહી છે. આ ફિલ્મ ચંબલના રહેવાસી IPS ઓફિસર મનોજ શર્માના જીવન પર આધારિત છે. ફિલ્મમાં મનોજ શર્માની ભૂમિકા વિક્રાંત મેસીએ ભજવી છે, જેની ખૂબ પ્રશંસા કરવામા આવી રહી છે. વિધુ વિનોદ ચોપરાએ ફિલ્મ બનાવી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે તો બીજી તરફ તેમના પુત્ર અગ્નિએ ક્રિકેટની દુનિયામાં નવો ઈતિહાસ રચ્યો છે.
અગ્નિ ચોપરા મિઝોરમ ટીમનો ખેલાડી
ડિરેક્ટર વિધુ વિનોદ ચોપરાના પુત્ર અગ્નિ ચોપરાએ ક્રિકેટમા ધમાલ મચાવી છે. અગ્નિ ચોપરાએ રણજી ટ્રોફીમાં ધમાકેદાર એન્ટ્રી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તે મિઝોરમ ટીમનો જાંબાજ ખેલાડી છે. અગ્નિ ચોપરાએ પોતાની ડેબ્યૂ મેચમાં સિક્કિમ સામે જોરદાર સદી ફટકારી હતી. તેણે 179 બોલમાં 14 ફોર અને 7 સિક્સ સાથે 166 રન બનાવ્યા હતા. કહેવામા આવે છે કે મિઝોરમની ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 214 રન બનાવ્યા હતા જેમાંથી 116 રન અગ્નિ ચોપરાના હતા. ત્યાર પછી બીજી ઇનિંગમાં ટીમે 397 રન બનાવ્યા હતા, જેમાં અગ્નિ ચોપરાએ 92 રન બનાવી પોતાનો યોગદાન આપ્યું હતું. જોકે મિઝોરમ આ મેચ જીતી શક્યું ન હતું.
અગ્નિ ચોપરામો પરિવારમા કોણ કોણ છે?
અગ્નિએ પોતાની રમતથી ઘણા રમતપ્રેમીઓને પ્રભાવિત કર્યા છે. ઘણા અનુભવીઓએ તેમના ભવિષ્યને ઉજ્જવળ બતાવ્યો છે. અગ્નિ ચોપરા નિર્દેશક વિધુ વિનોદ ચોપરા અને ફિલ્મ સમીક્ષક અનુપમા ચોપરાનો પુત્ર છે. અનુપમા વિધુ વિનોદની ત્રીજી પત્ની છે. આ લગ્નથી વિધુને બે બાળકો (એક પુત્ર અને એક પુત્રી) છે. પુત્રનું નામ અગ્નિ અને પુત્રીનું નામ જુહી છે જે એક જાણીતી લેખિકા છે. નિર્દેશક વિધુ ચોપરાએ પહેલી પત્ની ફિલ્મ એડિટર રેણુ સલુજા હતી, જેમની સાથે લગ્નના સાત વર્ષ બાદ 1983માં તેણે છૂટાછેડા લીધા હતા.આ પછી તેણે 1985માં બીજી વખત શબનમ સુખદેવ સાથે લગ્ન કર્યા હતા. 1989માં શબનમ સાથે છૂટાછેડા લીધા બાદ અનુપમાએ વિધુના જીવનમાં પ્રવેશ કર્યો હતો.


