- 700થી વધુ ખેલાડીઓએ નોંધાવ્યું નામ
- શોર્ટલિસ્ટ ખેલાડીઓ ઓક્શનમાં ભાગ લઈ શકશે
- ચૂંટણીની તારીખો બાદ આવશે આઈપીએલનું શિડ્યુલ
ટીમ ઈન્ડિયાના સાઉથ આફ્રિકાના પ્રવાસ અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અન્ય ટીમના વ્યસ્ત શિડ્યુલની વચ્ચે IPL 2024ની લહેરે જોર પકડ્યું છે. જેમ જેમ દિવસ નજીક આવી રહ્યા છે આઈપીએલની તૈયારીઓને લઈને ચર્ચાઓ વધી રહી છે. સવાલ એ છે IPL 2024 નો રોમાંચ ક્યારથી જોવા મળશે. તો આપણે જાણીએ છીએ તેમ 19 ડિસેમ્બરે IPL 2024નું ઓક્શન છે. જ્યાં 70 ખેલાડીઓના નસીબનો નિર્ણય થશે. 70 જગ્યાઓ ભરવા માટે 700થી વધુ ખેલાડીઓ પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે. તેમાંથી શોર્ટલિસ્ટ ખેલાડીઓ ઓક્શનમાં ઉતરી શકશે.
ચૂંટણીની તારીખો બાદ આવશે આઈપીએલનું શિડ્યુલ
IPL ગર્વનર કાઉન્સિલે કહ્યું કે તે ક્યારે IPL 2024નું શિડ્યુલ જાહેર કરશે. એટલે કે કઈ તારીખે, ક્યાં અને કયા સમયે તે શરૂ થશે. આ તમામ પ્રશ્નોનો જવાબ મળશે. મળતી માહિતિ અનુસાર આઈપીએલના તમામ સવાલો પર અધિકારીઓ જવાબ આપશે પણ તે ઈલેક્શન કમિશનની ચૂંટણીની તારીખો બાદ જાહેર કરવામાં આવશે.
IPL 2024 ભારતમાં થશે કે બહાર
જ્યાં સુધી ચૂંટણીની તારીખોની જાહેરાત નહીં થાય ત્યાં સુધી આઈપીએલની તારીખ, સમય અને સ્થળની જાહેરાત કરાશે નહીં. આ સમયે સવાલ એ છે કે શું આઈપીએલ ભારતમાં થશે? કેમકે ચૂંટણીને લઈને સુરક્ષા પણ એક મુદ્દો બની શકે છે. આઈપીએલ ભારતમાં થશે કે બહાર તેને લઈને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ સામાન્ય ચૂંટણીની ડેટ શીટ તૈયાર થયા બાદ જવાબ આપશે. જરૂર પડશે તો આઈપીએલને દેશની બહાર પણ આયોજિત કરી શકાશે.
IPL 2024ને લઈને કોઈ ખાસ જાણકારી સામે આવી નથી પણ રિપોર્ટ છે કે 10 ટીમોની વચ્ચે રમાનારી બીસીસીઆઈની આ ટી20 લીગ માર્ચના ત્રીજા અઠવાડિયાથી શરૂ થશે અને મેના ત્રીજા અઠવાડિયા સુધી ચાલશે.


