By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રણુજા મંદિર નજીક ઓવરબ્રિજ માટે ફરી ટેન્ડર બહાર પડયું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

રણુજા મંદિર નજીક ઓવરબ્રિજ માટે ફરી ટેન્ડર બહાર પડયું

Editor
Last updated: 2026/08/10 at 4:01 PM
45 minutes ago
Share
રણુજા મંદિર નજીક ઓવરબ્રિજ માટે ફરી ટેન્ડર બહાર પડયું
SHARE

રણુજા મંદિર નજીક ઓવરબ્રિજ માટે ફરી ટેન્ડર બહાર પડયું

ઉંચાઈ વધારી શકાય તેમ ન હોવાથી બ્રીજ ઓવર વોટર બોડીની હાઈટ યથાવત્ રાખવા ડીઝાઈન તૈયાર કરાઈ

૧૭ કરોડના ખર્ચે કોઠારીયાના સ્થાનિકો સહિત ૫૦૦૦ વાહનચાલકોને સારી સુવિધા મળશે: ૨૨ મીટરનો બનાવાશે બ્રિજ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ દક્ષિણમાં પી.ડી.માલવીયા કોલેજ સામેના ફાટક હેઠળ ‘ઝેડ’ આકારના અંડરબ્રીજનો પ્લાન બની રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં ઢેબર રોડના છેડે રાજકમલ પેટ્રોલ પંપ નજીકના ફાટકે પણ ‘એચ’ આકારનો અંડરબ્રીજ બનાવવા તંત્રએ વિચારણા શરૂ કરી છે. બીજીતરફ વોર્ડ નં.18ના કોઠારીયા મેઇન રોડ ઉપર રણુજા મંદિર નજીક ઓવરબ્રીજ બનાવવાનું ટેન્ડર મહાપાલિકાએ પ્રસિધ્ધ કર્યું છે. જોકે અગાઉ પણ ટેન્ડર જાહેર કરાયા બાદ બીજો પ્રયત્ન કરવો પડયો છે. જેના માટે 17 કરોડ જેટલા ખર્ચનો અંદાજ રહેલો છે. અહીંનો પુલ માત્ર 8 મીટરનો હોય હવે અહીં 22 મીટરનો બ્રીજ બનાવવામાં આવનાર છે. આ બ્રીજ બનતા હજારોની સંખ્યામાં વાહન ચાલકોને તેનો લાભ મળશે.

કોઠારીયા વિસ્તાર છેલ્લા વર્ષોમાં ખુબ વિકસ્યો છે. રહેણાંકથી માંડી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ચાલુ છે. વોર્ડ નં. 18માં કોઠારીયા મેઈન રોડ પર રણુંજા મંદિર પાસે નાનો પુલ છે. કોઠારીયા મેઈન રોડના અમુક ભાગમા ટી.પી., ડી.પી રોડ મુજબ 24.00 મીટર થી લઈને 45.00 મીટર સુધીની પહોળાઈ થઇ રહી છે. જેથી રણુજા મંદિર પાસે જુના બ્રીજને કારણે બોટલનેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેને લઈ, બજેટમાં આ સમસ્યાના નિરાકરણ અર્થે બ્રીજ અંગેની જોગવાઈ કરવામાં આવી હતી. આ બ્રીજ ત્રણ ગણો પહોળો એટલે કે લગભગ નવો બનાવવાનો અભિપ્રાય આવ્યો હતો.

આ હયાત બ્રીજની ઉત્તર તરફ ટી.પી.સ્કીમ છે તથા બ્રીજની દક્ષિણ તરફ ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ મંજુર નથી. આ રસ્તો 24.00 મીટર રોડનો છે. હાલ બ્રીજની પશ્ચિમ દિશામાં બે બાજુથી વરસાદી પાણીની આવક છે તથા બ્રીજની પૂર્વ દિશા ડાઉન સ્ટ્રીમ હોય, પાણી સાથે મળીને પૂર્વ દિશા તરફમાં આગળ વધે છે. અહીં વોટર બોડી હોય તથા નજીકમાં કોઈ સુ-વ્યવસ્થિત ડાયવર્ઝન આપી શકાય તેમ નથી આથી ટ્રાફિક મુવમેન્ટને યથાવત રાખવા હયાત બ્રીજની પશ્ચિમ દિશામાં ડાયવર્ઝન નિર્માણ તથા ક્રમશ પૂર્વ તરફના જુના ભાગને દુર કરી નવા બ્રીજના નિર્માણ દ્વારા 8 મીટર મિકસ લેન કેરેજ-વે, ફૂટપાથ સહિતની ડિઝાઇન સ્ટે કમીટીમાં મંજુર કરવામાં આવી હતી.

મનપા વેસ્ટ ઝોનનાં ઈજનેરે જણાવ્યું હતું કે, પ્રથમ હયાત બ્રીજની બાજુમાં ડાયવર્ઝન બનાવવામાં આવશે. આ પછી જૂનો બ્રીજ તોડીને તેના સ્થાને વધુ મોટો અને પહોળો નવો બ્રીજ બનશે. આ બ્રીજમાં 8*4 મીટરના 3 બોક્સ 22 મીટર પહોળાઈનાં બનાવવામાં આવશે. જ્યાં તિરુપતિ હેડવર્ક તરફનો રસ્તો 77.40 મીટર હશે અને રણુજા મંદિર તરફનો રસ્તો 101.24 મીટરનો હશે. હાલ બ્રીજનાં કામે એજન્સીનું અંદાજીત ખર્ચ રૂ. 16.54 કરોડ અને પીએમસીની ફી મળી રૂ. 17.05 કરોડ જેટલો ખર્ચ થવાની શક્યતા છે. આ બ્રીજનાં એપ્રોચને ધ્યાનમાં લેતા ઊંચાઈ વધારી શકાય તેમ ન હોય, ‘બ્રીજ ઓવર વોટર બોડી’ની હાઈટ યથાવત રાખવા ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

જુના બ્રીજના ઇન્સ્પેક્શન રિપોર્ટની સાથે જ રસ્તાની નિર્માણાધીન સિક્સ લેન નેશનલ હાઈ-વે થી નવા રીંગ રોડ સુધીનાં વાહનોની જરૂરીયાત, તથા આ જ રસ્તાનાં આગળના ભાગના 45.00 મીટર પહોળા રાઈટ ઓફ વે મુજબનાં વાહનોની અવરજવર, જુના બ્રીજને યથાવત રાખવાના કિસ્સામાં સ્ટેબિલિટી જેવા તમામ ગુણદોષ ધ્યાને લેતા ડાયવર્ઝન બાદ નવો ઓવર બ્રીજ બનાવવાનું નક્કી થયું હતું. જે અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં આ માટેની કામગીરી શરૂ થશે.

હાલ આ બ્રીજ પરથી દરરોજ 4,000 કરતા પણ વધુ વાહનો પસાર થાય છે. રાજકોટની હુડકો ચોકડી તરફ તેમજ ગોંડલ તરફ આવતા જતા તમામ વાહન ચાલકો ઉપરાંત રણુજા મંદિર તરફ અને તિરૂપતિ હેડવર્ક્સ તરફ આવતા જતા વાહન ચાલકો માટે આ બ્રીજ અતિશય ઉપયોગી છે. આ બ્રીજ પરથી મોટી સંખ્યામાં ભારે વાહનો પણ પસાર થાય છે. અને બ્રીજ નીચે ત્રણ તરફથી પાણી આવે તેમ હોવાથી આ પાણીનાં કારણે બ્રીજને કોઈપણ નુકસાન થાય નહીં તે રીતે ખાસ આયોજન પૂર્વકની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. આ કારણે રાજકોટમાં અત્યાર સુધીમાં બનેલા તમામ બ્રીજ કરતા આ બ્રીજ અલગ જ મહત્વ ધરાવે છે.

You Might Also Like

જૈન સોશ્યલ ગ્રુપ અને સંગીની એલીટ દ્વારા રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

સોમનથમાં શ્રાવણમાં ભક્તિ, ભજન અને ભોજનનો થશે ત્રિવેણી સંગમ

વિરપુરમાં રૂ.15.01 લાખની છેતરપિંડીના ગુનામાં સુરતના આરોપીની ધરપકડ

જેતપુર પાલિકામાં મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશી પર બેસી પતિદેવો દ્વારા વહિવટ

ઉપલેટામાં ફરી લેટર બોમ્બ, નગરપાલિકાના કામો-કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રેલવેમાં ગુણવત્તાહિન ભોજન પીરસતી એજન્સીઓને રૂપિયા ૫.૧3 કરોડનો દંડ
અમદાવાદ

રેલવેમાં ગુણવત્તાહિન ભોજન પીરસતી એજન્સીઓને રૂપિયા ૫.૧3 કરોડનો દંડ

Editor By Editor 2 days ago
ચેતજો, મોબાઈલ જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાધન બનવાને બદલે વ્યસની ન બનાવી દે
ગેરકાયદે પાણી ખેંચવા અને વરસાદી પાણીનો સંગ્રહ ન કરનારને થશે જેલ
ભાજપમાં રહી બેઘર થવુ તેના કરતા કોંગ્રેસમાં રહી ભીખ માંગવી સારી : રણછોડભાઇ ઉધરેજા
મઘરવાડાની દોઢ કરોડની જમીનમાં કાકાજીએ દસ્તાવેજ કરાવી લીધો, રૂપિયા આપવાનો વારો આવ્યો તો હાથ ઊંચા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?