- 17 જેટલા દર્દીઓને અત્યાર સુધી થઇ છે અસર
- HCની સુઓમોટો બાદ સરકાર એક્શનમાં
- રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર સામે પગલાં લેવાશે
હાલમાં 10 જાન્યુઆરીના અમદાવાદના માંડલમાં રામનાથ ટ્રસ્ટ હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન બાદ કેટલાંક લોકોની આંખોની રોશની જવાની ઘટના સામે આવી છે. જેના પછી તેમના કેટલાંક દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને હેલ્થ કમિશનર હર્ષદ પટેલ સિવિલ આંખની હોસ્પિટલ ખાતે દર્દીઓની મુલાકાત લેવા પહોંચ્યા હતા.
હાઇકોર્ટ દ્વારા કરવામાં આવી ટકોર
નોંધનીય છેકે, અમદાવાદ સિવિલની આંખની હોસ્પિટલમાં છે. જેમાં 12 દર્દીઓને સિવિલ હોસ્પિટલની મંજુશ્રી હોસ્પિટલમાં આંખની સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. જોકે, હાલ તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ મામલે ડોક્ટરનું કહેવું છે કે, તપાસ કર્યા વિના કોઈપણ તારણ આપી શકાય તેમ નથી. તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે પ્રાથમિક તપાસનો રિપોર્ટ સોંપવા સરકારને આદેશ કર્યો છે.
આ સાથે સિવિલની મુલાકાતે આરોગ્ય મંત્રીએ કહ્યું કે, અસારવા સિવિલમાં 17 દર્દીની સારવાર ચાલી રહી છે. જેની સાથે જ સરકારે અંધાપાકાંડની નોંધ ગંભીરતાથી લીધી છે. આ માટે રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર સામે પગલાં લેવાશે. તેમજ આવી ઘટના ફરી ન બને તેવી કાર્યવાહી કરવામાં આવશે.
આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સ્વાતિ રવાની સાથે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જે બાદ દર્દીઓને મળવા માટે વોર્ડમાં પહોંચ્યા છે. સૌપ્રથમ આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે મહિલા વોર્ડની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ અન્ય વોર્ડમાં મુલાકાત લેવા માટે પહોંચ્યા છે. એક જ દિવસે મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ 50 વર્ષથી વધુ વયના 5 દર્દીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
શું બની હતી ઘટના
તેમજ પરિસ્થિતિની ગંભીરતા જોતા વધુ તપાસ માટે સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાંથી રેટિના અને કોર્નિયા એક્સપર્ટની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. જેની તપાસમાં અન્ય 12 દર્દીઓને આંખની દ્રષ્ટિમાં ગંભીર સમસ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જે તમામને દર્દીઓને ગઈકાલે મોડી સાંજે અમદાવાદ સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે અને આગળની તપાસ બાદ દર્દીઓની સમસ્યાનું કારણ જાણી શકાશે.


