By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 hours ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચારના મોતથી ખુશી માતમમાં ફેરવાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ચારના મોતથી ખુશી માતમમાં ફેરવાઈ

Editor
Last updated: 2026/08/17 at 4:48 PM
12 minutes ago
Share
ચારના મોતથી ખુશી માતમમાં ફેરવાઈ
SHARE

જન્મદિવસ જ બન્યો જિંદગીનો અંતિમ દિવસ

ચારના મોતથી ખુશી માતમમાં ફેરવાઈ

બેડી પાસે તળાવમાં ડૂબી રહેલા ત્રણ બાળકોને બચાવવા જતાં યુવાને પણ ગુમાવ્યો જીવ : બે સગા ભાઈ સહિત ચારના કરૂણ મોત, એક યુવાનનો ચમત્કારિક બચાવ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ નજીક બેડી ગામની સીમમાં નેસવડા પીર બાપુની દરગાહ નજીક રવિવારે બપોરે સર્જાયેલી હૃદયદ્રાવક ઘટનાએ એક પરિવારની ખુશીઓને ક્ષણવારમાં માતમમાં ફેરવી દીધી હતી. રોણકી ગામથી દરગાહે સલામ ભરવા ગયેલા મુસ્લિમ પરિવારના સભ્યોમાંથી ત્રણ બાળકો તળાવમાં ડૂબવા લાગ્યા હતા. બાળકોને બચાવવાના પ્રયાસમાં બે યુવાનો પણ તળાવમાં કૂદી પડ્યા હતા. આ ઘટનામાં બે સગા ભાઈઓ સહિત ત્રણ બાળકો અને એક યુવાન મળી કુલ ચારના મોત થયા હતા, જ્યારે એક યુવાનનો સદનસીબે બચાવ થયો હતો.
મૃતકોમાં સેફાન સાજીદભાઈ અભેસરા (ઉ.વ.6), તેનો મોટો ભાઈ સોહાન સાજીદભાઈ અભેસરા (ઉ.વ.11), રોણકીમાં રહેતી અલીફા અકરમભાઈ સોરા (ઉ.વ.9) અને સાહીલ જમાલભાઈ અભેસરા (ઉ.વ.20)નો સમાવેશ થાય છે. બનાવને પગલે ખોડીયારનગર અને રોણકીમાં રહેતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.
મળતી વિગતો મુજબ, 150 ફૂટ રિંગ રોડ નજીક ખોડીયારનગરમાં રહેતા સાજીદભાઈ અભેસરા પરિવાર માટે રવિવારનો દિવસ ખુશીનો હતો. તેમના પુત્રનો જન્મદિવસ હોવાથી પરિવારના સભ્યો રોણકી ગામે ફઈના ઘરે ભેગા થયા હતા. ત્યારબાદ પરિવારના આશરે 15 જેટલા સભ્યો જુદા-જુદા વાહનોમાં બેસી બેડી ગામની સીમમાં આવેલી નેસવડા પીર બાપુની દરગાહે સલામ ભરવા માટે નીકળ્યા હતા. દરગાહ પાસે પહોંચ્યા બાદ પરિવારના સભ્યો ધાર્મિક વિધિમાં વ્યસ્ત હતા ત્યારે છ વર્ષનો સેફાન કોઈ રીતે નજીકના તળાવમાં પડી ગયો હતો. પાણીમાં પડ્યા બાદ બાળક ડૂબવા લાગતા પરિવારજનોમાં અચાનક દેકારો મચી ગયો હતો. નાના ભાઈને બચાવવા તેનો મોટો ભાઈ સોહાન અને પરિવારની નવ વર્ષની બાળકી અલીફા પણ તળાવમાં કૂદી પડ્યા હતા. જોકે પાણીની ઊંડાઈ અને પરિસ્થિતિને કારણે ત્રણેય બાળકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
બાળકોને ડૂબતા જોઈ પરિવારના બે યુવાનો સાહીલ જમાલભાઈ અભેસરા અને તેનો મોટો ભાઈ રીયાઝ પણ તેમને બચાવવા માટે તળાવમાં ઉતર્યા હતા. બચાવના પ્રયાસ દરમિયાન સાહીલ પણ પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. બીજી તરફ રીયાઝ કોઈક રીતે તળાવમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો અને આસપાસના લોકોએ ભારે જહેમત બાદ ચારેયને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
બેભાન હાલતમાં ચારેયને તાત્કાલિક રાજકોટની સિવિલ અને ઝનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે તબીબોની તપાસ બાદ સેફાન, સોહાન, અલીફા અને સાહીલને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એકસાથે ચાર લોકોના મોતના સમાચાર મળતા પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હતું. હોસ્પિટલ પર પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
આ ઘટનામાં સૌથી કરુણ બાબત એ રહી કે સેફાનનો જન્મદિવસ હતો. જે દિવસે પરિવાર બાળકનો જન્મદિવસ ઉજવવા અને ખુશી વહેંચવા માટે એકઠો થયો હતો, એ જ દિવસ પરિવાર માટે ક્યારેય ન ભૂલી શકાય તેવી કરૂણ યાદ બની ગયો. સેફાન અને સોહાનના પિતા સાજીદભાઈ ખોડીયારપરા વિસ્તારમાં પાનની દુકાન ચલાવે છે. બે પુત્રોના એકસાથે મોતથી તેમની હાલત અત્યંત દયનીય બની હતી.
હોસ્પિટલમાં પહોંચેલા સાજીદભાઈના મોઢેથી વારંવાર પુત્રોને પાછા બોલાવવાની આજીજી નીકળી રહી હતી. શોકમાં ગરકાવ પિતાએ આક્રંદ કરતાં કહ્યું હતું કે, યા અલ્લાહ, આજ મારા દીકરા સોહાનનો જન્મદિવસ હતો. પરિવારના સભ્યો તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ બે પુત્રોની કાયમ માટે વિદાયનો આઘાત સહન કરવો તેમના માટે અત્યંત મુશ્કેલ બની ગયો હતો. મૃતક સાહીલ રિક્ષા ચલાવતો હતો અને રોણકી ગામમાં રહેતો હતો. બાળકોને બચાવવાના પ્રયાસમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. બીજી તરફ અલીફા ધોરણ-4માં અભ્યાસ કરતી હતી અને માતા-પિતાની એકમાત્ર પુત્રી હતી. તેની વિદાયથી પણ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
એક જ ઘટનામાં ચાર જીવ ગુમાવવાના બનાવથી રોણકી અને ખોડીયારનગરના મુસ્લિમ સમાજમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ હતી. પરિવારજનોના રુદનથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું હતું. જે પરિવાર થોડા સમય પહેલાં જન્મદિવસની ખુશી અને ધાર્મિક મુલાકાત માટે નીકળ્યો હતો, તે જ પરિવાર સાંજ પડતાં ચાર સભ્યોના મૃતદેહ સાથે પરત ફરવાની વેદનામાં ગરકાવ થઈ ગયો હતો.
બાળકને બચાવવાની સ્વાભાવિક માનવીય લાગણીમાં એક પછી એક લોકો તળાવમાં ઉતરતા ગયા અને અંતે ચાર પરિવારજનોએ જીવ ગુમાવ્યા. ઘટનાએ પાણીના સ્થળોએ બાળકોની સુરક્ષા અને પરિવારજનોની સાવચેતી અંગે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલ કુવાડવા રોડ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You Might Also Like

વ્યાજખોર શખ્સોએ મૃતકના પોલીસમેન ભાઈ પાસે 1.35 કરોડની ઉઘરાણી કરી આપી ધમકી

પ્રેમમાં નિષ્ફળતા બાદ શાપરના યુવાને ઝેરી દવા ગળી જીવન ટૂંકાવ્યું

ચાર વર્ષથી અપાતા ત્રાસનો અંત : વૃદ્ધ માતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

14 વર્ષ જૂની રૂ.12 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: ત્રણ શખ્સો ઝડપાયા

શ્રાવણ માસના પ્રથમ સોમવારે મનપા દ્વારા શિવ મંદિરો પરિસરમાં સઘન સફાઈ ઝુંબેશ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
ધર્મ

ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ

Editor By Editor 2 hours ago
રાજકોટમાં ‘રોયલ એકેડેમી ઈન્ડિયા’ દ્વારા તા. ૧૬ ઓગસ્ટે ૭૭મો લાઈવ ગ્રાન્ડ શો યોજાશે
રાજુલામાં પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા ભવ્ય તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો
વીરપુર સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ: ડોક્ટર અને સ્ટાફની ગેરહાજરી અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત
રાજકોટ મનપા દ્વારા ‘વન-ડે-વન-વોર્ડ’ ઝુંબેશ હેઠળ વોર્ડ નં.૭માં મચ્છરજન્ય રોગ નિયંત્રણની સઘન કામગીરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?