- અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે T20 સીરીઝની ત્રણ મેચો પૂર્ણ
- ભારતે અફઘાનિસ્તાનને T20 સીરીઝમાં 3-0થી હરાવ્યો
- અફઘાનિસ્તાનના કેપ્ટન હાર્યા બાદ પણ થયા ખુશ
અફઘાનિસ્તાનને ભારત સામેની T20 સીરીઝમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેણે આખી સીરીઝમાં સારું પ્રદર્શન કર્યું છે તેનાથી ટીમના કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાન પણ ખુશ છે. અફઘાનિસ્તાને ત્રીજી T20 મેચમાં ભારતને આસાનીથી જીતવા દીધું ન હતું. પહેલા મેચ ટાઈ થઈ હતી અને ત્યારબાદ સુપર ઓવર પણ ટાઈ થઈ હતી. બીજી સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. ઈબ્રાહિમ ઝદરાને આ મેચને લઈને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
અફઘાનિસ્તાનની ભારત સામે હાર
અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે T20 સીરીઝની ત્રણ મેચો પૂર્ણ થઈ છે. અફઘાનિસ્તાનની ટીમને ભારત સામેની T20 સીરીઝમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો છે. અફઘાનિસ્તાનની ટીમ ભલે હારી ગયું હોય પરંતુ તેણે આખી સીરીઝ દરમિયાન સારું પ્રદર્શન કર્યું છે. ટીમના કેપ્ટન ઈબ્રાહિમ ઝદરાન પણ આનાથી ખુશ થયા છે. તેમણે ભારતને ત્રીજી T20 મેચ આસાનીથી જીતવા દીધું ન હતું. પહેલા મેચ ટાઈ થઈ હતી અને ત્યારબાદ સુપર ઓવર પણ ટાઈ થઈ હતી. આમ ભારતે અફઘાનિસ્તાન સામે રોમાંચક જીત નોંધાવી હતી.
ઇબ્રાહિમ ઝદરાએ ખુશ હોવાનું જાણો કારણ
મેચ બાદ ઇબ્રાહિમ ઝદરાને જણાવ્યું છે કે હાર બાદ પણ તે કેમ ખુશ હતો. તેણે કહ્યું, “અમે અમારા એકંદર પ્રદર્શનથી ખુશ છીએ. અમે સારું ક્રિકેટ રમ્યા. પરંતુ સુપર ઓવરમાં હારવું દુર્ભાગ્યપૂર્ણ હતું. અમને આ સીરીઝમાંથી ઘણું શીખવા મળ્યું છે અને અમારા માટે આ ઘણું સકારાત્મક હતું. અમારો અહીંનો અનુભવ T20 વર્લ્ડ કપ માટે ઉપયોગી થશે. અમારા ખેલાડીઓએ છેલ્લી ત્રણેય મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
બે વખત રમાઈ હતી સુપર ઓવર
અફઘાનિસ્તાને પ્રથમ સુપર ઓવરમાં એક વિકેટ ગુમાવીને 16 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પણ 16 રન બનાવ્યા હતા. આ પછી ભારતે બીજી ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 11 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 1 રન બનાવી શકી હતી. તેણે બે વિકેટ પણ ગુમાવી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ બેંગલુરુમાં રોમાંચક જીત નોંધાવી હતી.
ત્રણ મેચોની સીરીઝમાં સૌથી વઘુ રન કોના?
ત્રણ મેચોની સીરીઝમાં અફઘાનિસ્તાન તરફથી ગુલબદિન નાયબે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે બે ઇનિંગ્સમાં કુલ 112 રન બનાવ્યા હતા. જ્યારે મોહમ્મદ નબી બીજા સ્થાને રહ્યો હતો. નબીએ ત્રણ મેચમાં કુલ 90 રન બનાવ્યા હતા. એકંદર યાદીમાં નાયબ ત્રીજા સ્થાને છે. જ્યારે નબી પાંચમા સ્થાને રહ્યો છે. આ સીરીઝમાં શિવમ દુબેએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 3 મેચમાં કુલ 124 રન બનાવ્યા હતા. રોહિત શર્મા બીજા સ્થાને રહ્યો. તેણે 121 રન બનાવ્યા હતા.


