- દિલ્હી હાઈકોર્ટેમા દાખલ કરાયો માનહાનિનો કેસ
- ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર્સે ધોની વિરૂદ્ધ કેસ કર્યો
- આગામી સુનાવણી 29 જાન્યુઆરીએ કરાશે
દિલ્હી હાઈકોર્ટે રજિસ્ટ્રી દ્વારા એમએસ ધોનીને જણાવવા કહ્યું કે તેની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી 29 જાન્યુઆરીએ થવાની છે. ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર્સ મિહિર દિવાકર અને તેની પત્ની સૌમ્યા દાસે ધોની વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
મહેન્દ્ર સિંહ ધોની વિરૂદ્ધ કેસ
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે, 18 જાન્યુઆરીએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે સંબંધિત કેસની સુનાવણી કરી છે. આ દરમિયાન, હાઈકોર્ટે તેની રજિસ્ટ્રીને ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીને જાણ કરવા કહ્યું કે તેના બે ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનરોએ તેની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
બિઝનેસ પાર્ટનર્સે કર્યો કેસ
બિઝનેસ પાર્ટનર્સ મિહિર દિવાકર અને તેની પત્ની સૌમ્યા દાસે ધોની વિરૂદ્ધ અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મીડિયા હાઉસ સામે કાયમી હુકમ અને નુકશાનની ભરપાઇ કરવા હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. સાથે જ માનહાની ભર્યા નિવેદનોનું પ્રકાશન અને પ્રસારણ બંધ કરવા નિર્દેશ આપવા વિનંતી કરી હતી.
જસ્ટિસ પ્રતિભા સમક્ષ અરજી રજૂ કરાઈ
જસ્ટિસ પ્રતિભા એમ સિંહ સમક્ષ આ અરજી રજૂ કરવામાં આવી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે પૂર્વ બિઝનેસ પાર્ટનર્સની અરજી અંગે ધોનીને જાણ કરી ન હતી. જેના પર ન્યાયાધીશે ક્રિકેટર ધોનીને ઈમેલથી જાણ કરવા આદેશ આપ્યો હતો.
આગામી સુનાવણી 29 જાન્યુઆરીએ થશે
કોર્ટે આ કેસની આગામી સુનાવણી 29 જાન્યુઆરી નક્કી કરી છે. ધોનીના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર અને તેની પત્ની સૌમ્યા દાસે ક્રિકેટ એકેડમીની સ્થાપનાના કરારનું ઉલ્લંઘન કરીને 15 કરોડની છેતરપિંડીના કેસમાં બદનક્ષીભર્યા આરોપો લગાવવાથી ક્રિકેટરને રોકવાની માંગ કરી છે. આ મામલો આરકા સ્પોર્ટ્સ કંપની વચ્ચેના કરારમાંથી ઉદ્ભવ્યો છે.


