By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પર્વાધિરાજ પર્યુષણ અને સંવત્સરીનું માહાત્મ્ય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પર્વાધિરાજ પર્યુષણ અને સંવત્સરીનું માહાત્મ્ય

agragujaratnews
Last updated: 2023/10/05 at 1:01 PM
2 years ago
Share
પર્વાધિરાજ પર્યુષણ અને સંવત્સરીનું માહાત્મ્ય
SHARE

  • સંવત્સરીના દિવસે મિચ્છામી દુક્કડ્મ કહીને દરેક વ્યક્તિની માફી માગવાની હોય છે

જૈન ધર્મનાં પર્વોમાં પર્યુષણ અને સંવત્સરીનું વિશેષ મહત્ત્વ છે. પર્યુષણનો સમયગાળો આઠ દિવસનો હોય છે અને આ પર્વ ચોમાસાના ચાતુર્માસ (ચાર મહિના)દરમ્યાન આવે છે જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે. એટલે ચોમાસામાં શ્રાવક-શ્રાવિકાઓને આ આધ્યાત્મિક ગુરુઓના સાન્નિધ્ય-માર્ગદર્શનમાં લાંબા સમય સુધી ધર્મારાધનાની તક મળે છે. પર્યુષણનો સામાન્ય અર્થ જોડવું કે નજીક આવવું કરી શકાય. તેનો થોડો સૂક્ષ્મ અર્થ કરીએ તો આત્મભાવમાં સર્વ પ્રકારે વસવું, આત્માની નજીક વસવું. થાય.

આ પર્વ આત્મશુદ્ધિનું છે. તેથી તેમાં ઉપવાસ, ધ્યાન, શ્રવણ વગેરે જેવા ધર્મકાર્યોમાં મન પરોવવાનું હોય છે. નિયમિત રીતે સવારે ઉપાશ્રયમાં જૈન સાધુ શ્રાવક-શ્રાવિકાઓ સમક્ષ ધાર્મિક વ્યાખ્યાન આપે છે. આ વ્યાખ્યાનમાં જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરનું જીવનચરિત્ર આલેખાયેલું છે તે પવિત્ર ધર્મગ્રંથ કલ્પસૂત્રનું વિધિવત્ પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાંથી ભગવાન મહાવીરના ચરિત્રનું વાંચન થાય છે. ભાદરવા સુદ એકમે મહાવીર જન્મવાંચન થાય છે. તે દિવસે ભગવાન મહાવીર માતા ત્રિશલાદેવીને તેઓ ગર્ભમાં હતા ત્યારે આવેલાં ચૌદ શુભ સ્વપ્નોનું દર્શન કરાવવામાં આવે છે. તે ચૌદ સ્વપ્નો છે : (1) શ્વેત હાથી (2) શ્વેત વૃષભ (3) સિંહ (4) કમલાસના લક્ષ્મીદેવી (5) પુષ્પમાળા (6) ચંદ્ર (7) સૂર્ય (8) ધજા (9) કળશ (10) પદ્મસરોવર (11) ક્ષીરસમુદ્ર (12) દેવવિમાન, (13) રત્નરાશિ (14) અગ્નિ.

પર્યુષણનો ઉદ્દેશ્ય પણ ખરેખર સમજવા જેવો છે. પર્યુષણનો ઉદ્દેશ્ય તમામ નકારાત્મક વિચારો, નકારાત્મક ઊર્જા અને મનની ખરાબ આદતોનો નાશ કરવાનો છે. પર્યુષણને પર્વાધિરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, જૈન ભક્તો મૂળભૂત વ્રતો જેમ કે જ્ઞાન, વિશ્વાસ તથા યોગ્ય આચરણ પર ભાર મૂકે છે. પર્યુષણ પર્વ મનમાં રહેલા તમામ પ્રકારના નકારાત્મક વિચારો, ઊર્જા અને ખરાબ ટેવોનો નાશ કરે છે. આ તહેવાર દરમિયાન તપસ્યાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે.

પર્યુષણમાં ચોવીસ તીર્થંકરોની પૂજા, સેવા તથા સ્મરણ કરવામાં આવે છે. જેમ શ્રાવણ માસમાં ઉપવાસનું મહત્ત્વ છે તેમ પર્યુષણમાં પણ સૌથી વધારે મહત્ત્વ ઉપવાસનું છે. ઉપવાસ દ્વારા વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વયંને તપસ્યા માટે સમર્પિત કરી શકે છે. પર્યુષણમાં ઉપવાસનો સમયગાળો એક દિવસથી લઈ ત્રીસ દિવસ સુધીનો હોય છે. જેમાં સૂર્યોદયથી લઈ સૂર્યાસ્તની વચ્ચે માત્ર ઉકાળેલું પાણી જ ગ્રહણ કરી શકાય છે. સૂર્યાસ્ત પછી પાણી પણ લઈ શકાતું નથી.

પર્યુષણનો છેલ્લો દિવસ બહુ મહત્ત્વનો હોય છે. તે દિવસે લગભગ બધા જૈનો ઉપવાસ કરે છે. આ દિવસ સાંવત્સરિક ક્ષમાપનાનો છે. વર્ષ દરમિયાન કરેલ હાનિ-ઈજા-દુ:ખ બદલ જૈનો સર્વ જીવોની ક્ષમા યાચે છે અને સર્વ જીવોને ક્ષમા આપે છે. ‘સર્વ જીવો પ્રત્યે મારે મૈત્રીભાવ છે, કોઈની સાથે મને વેર નથી’ એવો ભાવ હૃદયમાં પોષે છે. સાથે સાંવત્સરિક પ્રતિક્રમણ કરવામાં આવે છે.

માનસિક, વાચિક કે કાયિક કર્મથી કરેલાં પાપને ધોવા ખૂબ જ જરૂરી છે. તો જ વ્યક્તિ પોતાના આંતરમનને નિરોગી રાખી શકશે અને આના માટેનો જો કોઈ શ્રેષ્ઠ રસ્તો હોય તો તે પ્રાયશ્ચિત કે ક્ષમાપના જ છે. સાચા મને માગેલી માફી કે કરેલો પસ્તાવો સમગ્ર પાપોનો નાશ કરી નાખે છે.

તીર્થંકર પ્રભુ મહાવીર કરુણાના સાગર છે. તેમનો મુખ્ય સંદેશ અહિંસા તથા જીવદયા છે. પ્રભુ કહે કે જીવ તું જગતના તમામ જીવો પ્રત્યે પ્રેમભાવ રાખ. તું દરેક જીવો પ્રત્યે દયા-કરુણા અને અનુકંપા રાખ. કોઈ પણ જીવની ભૂલને માફ કરી દે. સામેની વ્યક્તિને ક્ષમા આપી દે. વળી પોતાનાથી કોઈ ભૂલ થઈ હોય તો સામેની વ્યક્તિની સાચા મનથી માફી માગી લે. સંવત્સરીના દિવસે મિચ્છામી દુક્કડ્મ કહીને દરેક વ્યક્તિની માફી માગવાની હોય છે. આખા વર્ષ દરમિયાન જેની પણ સાથે લડવા-ઝઘડવાના, કલેશ-કંકાસના પ્રસંગો બન્યા હોય, જાણેઅજાણે કોઈની લાગણી દુભાઈ હોય, કોઈના મનને ઠેસ પહોંચાડી હોય, કોઈને દુ:ખ પહોંચાડ્યું હોય, કટુ વચન કહ્યાં હોય કે કોઈ રીતે હિંસા થઈ હોય તો તેની ક્ષમા માગવાની છે. વર્ષ દરમિયાન જેની પણ સાથે અબોલા થયા હોય તેની સાથે બધાં વેરઝેર, રાગદ્વેષને ભૂલવાના છે. આના માટે મિચ્છામી દુક્કડ્મ કહીને માફી માગવાની તથા માફી આપવાની હોય છે. સૌને મિચ્છામી દુક્કડ્મ…

You Might Also Like

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ

મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
ગાંધીનગર

 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો

Editor By Editor 5 days ago
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?