સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
હું પક્ષી છું, વિપક્ષી નહીં, કોઇનોય વિરોધ નથી
ધૂણો અને ખૂણો સાચવશે તે ધન્ય થઇ જશે
શુક્રતાલની રામકથાનું સજળ નયને સમાપન, હવે પછીની રામકથા કિલ્લારી (મહારાષ્ટ્ર)ની ભૂમિ પર તા.૨3-૫-૨૬થી પ્રારંભાશે
સુકદેવજીની ભાગવદભૂમિ શુક્રતાલમાં પ્રવાહિત થયેલી રામકથા ‘માનસ સુકતીર્થ’નું ગત રવિવારે ભાવવાહી વાતાવરણમાં સમાપન થયું હતું. શનિવાર-આઠમા દિવસની કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે જીવનમાં દરેક ઘટનામાં યથા વિનિયોગ સાધક માટે ખૂબ જરૂરી છે. આપણને લેન-દેખ આવડે છે વિનિયોગ જરૂરી છે. પતંજલિના યોગસૂત્રમાં આ પ્રોસેસ બતાવી છે. આ ત્રણ બાબતોનો ખ્યાલ રહે તો જીવન ધન્ય થૈ જશે.
(૧) તપ (૨) સ્વાધ્યાય અને (3) ઇશ્વરનું નિરંતર સ્મરણ.
વચનના પાંચ ક્ષેત્રો છે… વચન, પ્રવચન, એક વચન, દિવવચન, બહુવચન, વચનનો ખૂબ મોટો મહિમા છે. ગંગાસતી કહે છે ને….
વચન વિવેકી તો જે નર નારી પાનબાઇ બ્રહ્માદિક લાગે તેને પાય જો…
કથા વચન છે, પ્રવચન નથી. કોઇ ત્રિભુવનીય વચન છે. પ્રવચન તો એક-દોઢ કલાકનું હોય એટલે જ કહેવાયું કે કથા વચન છે. મેં સાધુ સંતો પાસેથી સાંભળ્યું છે કે ગોપીઓએ અર્જુનને ક્રૂર


