રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકનું કામ ચાલુ: અલિયાવાડા સ્ટેશન પર કેટલીક ટ્રેનોના સ્ટોપેજ હંગામી ધોરણે રદ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ડિવિઝનના રાજકોટ-કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલી ડબલ ટ્રેક કામગીરી અંતર્ગત રાજકોટ-હાપા સેક્શનમાં અલિયાવાડા સ્ટેશન પર સ્થિત બ્રિજ નંબર 310 પર જૂના બ્રિજના સ્થાને નવો બ્રિજ બનાવવા માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે અલિયાવાડા સ્ટેશન પર કેટલીક ટ્રેનોના સ્ટોપેજ હંગામી ધોરણે રદ કરવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર અસરગ્રસ્ત ટ્રેનો તા.9.5.2026 અને તા.10.5.2026 ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેઈલ, તા.10.5.2026ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ, તા.9.5.2026 અને તા.10.5.2026ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 59551 ઓખા-રાજકોટ લોકલ, તા.9.05.2026 અને તા.10.5.2026 ના રોજ રાજકોટથી ઉપડતી ટ્રેન નંબર 59552 રાજકોટ-ઓખા લોકલ, તા.9.5.2026 અને તા.10.5.2026 ના રોજ ભાવનગર ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 19209 ભાવનગર ટર્મિનસ-ઓખા એક્સપ્રેસ અલિયાવાડા સ્ટેશન પર ઉભી રહેશે નહીં.
આ ઉપરાંત તા.10.5.2026 ના રોજ હાપાથી ઉપડતી ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ અંદાજે 30 મિનિટ મોડી પડશે. તેમજ તા. 10.5.2026ના રોજ ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ઓખાથી બે કલાક મોડી ઉપડવા માટે રિશેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેન તેના નિર્ધારિત સમય 15.15 કલાકના બદલે 17.15 કલાકે રવાના થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.


