મહાજનની પાંજરાપોળના પૂર્વ મેનેજર સ્વ.અરુણભાઈ દોશીના પુત્ર ધવલભાઇ દોશીનો જન્મદિવસ
અગ્ર ગુજરાત, રાજકોટ
જીવદયાપ્રેમી ધવલભાઇ દોશી નો આજરોજ જન્મદિવસ છે. તેઓ જૈન સોશ્યલ ગ્રૂપ ડાઈમન્ડ રાજકોટનાં પ્રમુખ, કાર્યકર જીવદયા ગ્રુપ, રાજકોટ, પાર્શ્વ પ્રેમ જૈન સંઘ નાગેશ્વર, જૈન સોશ્યલ એકટીવીટી કલબ, જૈન યુથ કોમ્યુનીટી, જૈન વીઝન, જૈન બીઝનેશ ઓરગેનાઈઝેશન, લુક એન્ડ લર્ન પાઠશાલા, સાધર્મિક સેવા સમિતિ અને એનીમલ હેલ્પલાઈન કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, જે ફોર યુ માં તેઓ સભ્ય છે. લોકડાઉનમાં તેઓએ નાગેશ્વર પાસે એનીમલ હેલ્પલાઈન કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટનો કન્ટ્રોલ રૂમ સંભાળેલ હતો. મોરનાં ઈંડાને ચિતરવા ન પડે તેમ તેમનાં પિતાશ્રી સ્વ. અરૂણભાઈ દોશી કે જેઓએ રાજકોટ મહાજનની પાંજરાપોળનાં મેનેજર તરીકે સેવા આપેલ અનેક યુવાઓને જીવદયા નું કાર્ય કરતા શીખવાડ્યું. તેમનાં રાહચિંધ્યા અનુસાર તેઓ અહીંસા પરમો ધર્મ નાં માર્ગે આગળ વધી રહયા છે. આ શુભદીને જૈન અગ્રણીઓ, જૈનેતરો તેમજ તેમનાં મિત્રવર્તુળ તરફથી ધવલભાઈ દોશીને મોબાઈલ નંબર ૭૬૦૦૬૦૯૯૭પ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.


